શુક્રવારથી વડોદરામાં WPLનો રંગારંગ પ્રારંભ થશે: ઉદઘાટન સમારોહમાં આયુષ્માન ખુરાના પર્ફોમ કરશે, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે પ્રથમ મેચ

શુક્રવારથી વડોદરામાં WPLનો રંગારંગ પ્રારંભ થશે:ઉદઘાટન સમારોહમાં આયુષ્માન ખુરાના પર્ફોમ કરશે, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે પ્રથમ મેચ
Email :

WPL(વિમેન્સ પ્રિમિયર લીગ)નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ રમાશે. તે પહેલા યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના પર્ફોમ કરશે. વડોદરાના કોટંબી સ્ટેડીયમમાં WPLની કુલ 6 મેચ રમાવાની છે. લોકો ફક્ત 114 રૂપિયાની ટિકિટમાં મેચ નિહાળી શકશે. લીગ માટે અલગ અલગ ટીમો વડોદરા પહોંચી ચૂકી છે. ખેલાડીઓએ આજે (ગુરુવારે) ગ્રાઉન્ડ પર પ્રેકટિસ કરી હતી. વડોદરામાં લીગની કુલ

6 મેચ રમાશે વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે 14 ફેબ્રુઆરીથી વિમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ,મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર,ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ સામસામે ટકરાશે. જેમાં શરૂઆતની 6 મેચ વડોદરામાં રમાશે. જેના માટે દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ગુજરાત જાયન્ટ્સ નેટ પ્રેક્ટિસ કરી રહી છે. યુપી વોરિયર્સની ટીમ હજી વડોદરા આવી નથી. તમામ ટીમો વડોદરા શહેરની અલગ-અલગ હોટલોમાં રોકાઈ છે. તમામ હોટલની બહાર હોટલનો

સિક્યુરિટી સ્ટાફ તૈનાત છે. સ્ટેડિયમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો BCA દ્વારા સમગ્ર કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને BCCIને હેન્ડ ઓવર કરી દેવામાં આવ્યું છે. તમામ તૈયારીઓ BCCI દ્વારા કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી અમે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.સ્ટેડિયમના ગેટ મેચના સમયના 2.5 કલાક પહેલા ખોલી દેવામાં આવશે. જેથી કરીને સ્ટેડિયમની બહાર લાંબી લાંબી લાઈનો ન થાય અને લોકો સરળતાથી સ્ટેડિયમમાં

પહોંચી શકે. બોટલ, સિક્કા, હેડફોન, લાઈટર,મેચબોક્સ, ટીન અથવા કેન, સંગીતનાં સાધનો, સ્પીકર્સ, જ્વલનશીલ, ઝેરી, ગેરકાયદે અથવા જોખમી પદાર્થો, ધાતુના કન્ટેનર, ફટાકડા, શસ્ત્રો, હેલ્મેટ અને બેગને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે નહિ. સ્ટેડિયમમાં કોઈ ખોરાક લઈ જઈ શકાશે નહિ. 400 પોલીસકર્મીઓ ખડેપગે રહેશે વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદે જણાવ્યું હતું કે, આવતીકાલથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે, ત્યારેમેચ દરમિયાન 400 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. જેઓ ટ્રાફિક, વીઆઈપી એરિયા,

ગેટ અને પાર્કિંગના સ્થળે હાજર રહેશે અને જરૂર પ્રમાણે વધારે સ્ટાફ પણ મૂકવામાં આવશે. કઈ ટીમ કઈ હોટલમાં રોકાઈ દિલ્હી કેપિટલ્સ - વેલકમ હોટલ મુંબઇ ઇન્ડિયન્સ - તાજ વિવાન્તા રોયલ ચેલેન્જર્સ બેંગલોર - સયાજી હોટલ ગુજરાત જાયન્ટ્સ - હયાત પેલેસ યુપી વોરિયર્સ - સૂર્યા પેલેસ ગ્રાન્ડ મરક્યુરી- (ટીમ હવે આવશે) દેશના ચાર શહેરોમાં 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી મેચો રમાશે ઉલ્લેખનીય છે કે, વિમેન્સ પ્રીમિયર લીગ 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન દેશના ચાર શહેરોમાં રમાશે. જેમાં વડોદરા,

બેંગલુરુ, લખનઉ અને મુંબઈમાં મેચો જશે. જેમાં પ્રથમ 6 મેચ વડોદરામાં રમનાર છે, ત્યારબાદ ટીમો બેંગલુરુ જશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે. માત્ર 114 રૂપિયામાં મેચ નિહાળી શકાશે વડોદરાથી કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડીયમનું અંતર 22 કિમી છે. વડોદરાથી હાલોલ રોડ પર આ સ્ટેડિયમ આવેલું છે. https://in.bookmyshow.com BookMyShow પરથી તમે ટિકિટ બુક કરાવી શકો છો. જેના માટે 114 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. કોટંબી સ્ટેડિયમમાં કેવી છે સુવિધા, જાણીએ ગ્રાફિક્સમાં

Related Post