સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યો અજાણ્યો શખ્સ: કારની પાછળ છૂપાઈ Y+ સિક્યોરિટી ભેદી, પોલીસે ધરપકડ કરી; આરોપી છત્તીસગઢનો હોવાનું ખૂલ્યું

સલમાન ખાનના ઘરમાં ઘૂસ્યો અજાણ્યો શખ્સ:કારની પાછળ છૂપાઈ Y+ સિક્યોરિટી ભેદી, પોલીસે ધરપકડ કરી; આરોપી છત્તીસગઢનો હોવાનું ખૂલ્યું
Email :

મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરમાં બળજબરીથી ઘૂસનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઘટના 20 મેના રોજ બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છત્તીસગઢનો રહેવાસી 23 વર્ષીય જીતેન્દ્ર કુમાર 20 મેના રોજ સાંજે 7.15 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. સુરક્ષાથી બચવા માટે, તે કારની પાછળ છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. જીતેન્દ્ર સલમાન ખાનને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. તેણે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિની કાર પાછળ છુપાઈને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા કર્મચારીઓએ

તેને પકડી લીધો હતો. સલમાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. આ જાણવા છતાં, યુવકે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓને અવગણી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, ત્યારબાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની સામે BNSની કલમ 329(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધ્યો પોલીસ આ સંદર્ભમાં BNSની કલમ 329(1) હેઠળ કેસ નોંધ્યો છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં સલમાન ખાનની સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીએ બાંદ્રા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું

કે- 20 મેના રોજ સવારે લગભગ 9:45 વાગ્યે, એક અજાણ્યો વ્યક્તિ ગેલેક્સી એપાર્ટમેન્ટ બિલ્ડિંગની આસપાસ ફરતો જોવા મળ્યો હતો. પછી મેં તેને સમજાવ્યું અને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું. આ ઘટના પછી, તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાનો મોબાઈલ ફોન જમીન પર ફેંકી દીધો અને તોડી નાખ્યો. પછી, સાંજે લગભગ 7:15 વાગ્યે, તે જ અજાણ્યો શખ્સ ગેલેક્સી એપાર્ટમેન્ટના મેઈન ગેટ પર પાછો આવ્યો અને બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિની

કારની પાછળ સંતાઈ પ્રવેશ કર્યો. તે જ સમયે, સ્થળ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ અને સુરક્ષા ગાર્ડએ તાત્કાલિક તેને કસ્ટડીમાં લીધો અને બાંદ્રા પોલીસને સોંપી દીધો. આના એક દિવસ પહેલા, 19 મેના રોજ, ઈશા છાબરા નામની એક મહિલાએ પણ સુરક્ષાથી છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તે રાત્રે 3:30 વાગ્યે બિલ્ડિંગની લિફ્ટ પર પહોંચી. સુરક્ષા ગાર્ડે મહિલાને પકડી લીધી અને બાંદ્રા પોલીસને સોંપી દીધી. આ મામલે પણ તપાસ ચાલી રહી છે. ગયા વર્ષે

સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું ગયા વર્ષે (14 એપ્રિલ) સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી હતી. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. સલમાનની સુરક્ષા વધારવાાં આવી હતી આ ઘટના

બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું. ત્યારથી સલમાનના ઘરની લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહે છે. 7.8 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું મુંબઈ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે 7.6 બોરની બંદૂક હતી. ફોરેન્સિક એક્સપર્ટને લાઈવ બુલેટ મળી હતી. પોલીસે બંને આરોપીઓની બાઇક કબજે કરી

હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી. ટીમના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે- ભવિષ્યમાં પણ સલમાન પર આવો હુમલો થઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 'ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું' સલમાન ખાને તાજેતરમાં લોરેન્સ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓ પર પહેલીવાર મૌન તોડ્યું. ફિલ્મ 'સિકંદર' ની પ્રેસ

મીટમાં, એક્ટરે કહ્યું હતું કે- જ્યાં સુધી ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું. વધેલી સુરક્ષા અંગે સલમાને કહ્યું- ક્યારેક આટલા બધા લોકોને સાથે લઈ ચાલવું મુશ્કેલ બની જાય છે. ધમકી બાદ Y+ સુરક્ષા મળી, 11 સૈનિકો સાથે જ રહે છે અગાઉ, મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિકો આખો દિવસ સલમાન સાથે રહે છે, જેમાં એક

કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશાં બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે, સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે. આ પહેલાં કેટલી વાર ધમકીઓ મળી છે? સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ

Leave a Reply

Related Post