Lifestyle: સામાન્ય માથાનો દુઃખાવો બની શકે છે બ્રેન સ્ટ્રોકનું કારણ, જાણો લક્ષણ

Lifestyle: સામાન્ય માથાનો દુઃખાવો બની શકે છે બ્રેન સ્ટ્રોકનું કારણ, જાણો લક્ષણ
Email :

માથાનો દુઃખાવો આમ તો સામાન્ય બાબત ગણવામાં આવે છે. થાક લાગવો, તણાવ હોવો, ઉંઘ ઓછી આવવી વગેરે જેવા લક્ષણો માથાના દુઃખાવા માટે જવાબદાર છે. પરંતુ આ દુઃખાવો ગંભીર સમસ્યા બની શકે છે. ડૉ. વિકાસના મતે, મગજમાં લોહી વહન કરતી રક્તવાહિનીઓ જ્યારે ક્ષતિગ્રસ્ત થાય છે અથવા ફાટી જાય છે ત્યારે મગજનો સ્ટ્રોક થાય છે. આ એક તબીબી કટોકટી છે અને જો સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જો તમને માથાનો દુખાવો સાથે આ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો તેને અવગણશો નહીં.

કયા લક્ષણોનું રાખશો ધ્યાન?

દ્રષ્ટિમાં ફેરફાર થવો. ઝાંખી દ્રષ્ટિ, બેવડી દ્રષ્ટિ, અથવા અચાનક દ્રષ્ટિ ગુમાવવી. શરીરના કોઈપણ ભાગમાં, ખાસ કરીને શરીરના એક બાજુ, નબળાઈ અથવા સુન્નતા આવવી. બોલવામાં મુશ્કેલી પડવી કે યાદશક્તિમાં ફેરફાર અનુભવવો એ પણ બ્રેઈન સ્ટ્રોકની નિશાની છે. આ ઉપરાંત શરીરનું સંતુલન જાળવવામાં કે ચાલવામાં મુશ્કેલી અનુભવવી એ પણ એક લક્ષણ છે. મૂડ કે વર્તનમાં અચાનક ફેરફાર જોવો એ પણ બ્રેઈન સ્ટ્રોકની નિશાની છે. તો ખાસ કરીને ખાંસી, વાળવું અથવા ખેંચાણ કરતી વખતે માથાનો દુખાવો ખૂબ જ અનુભવવો એ પણ સ્ટ્રોક જેવા લક્ષણોની નિશાની છે. જેમ કે ચહેરો લંબાવો અથવા હાથ અને પગની ગતિશીલતા ગુમાવવી એ પણ બ્રેન સ્ટ્રોક માટે જવાબદાર હોઇ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post