'ભૂત બંગલા'ના શૂટિંગ દરમિયાન 'OMG 3'ની સ્ક્રિપ્ટ પર મંથન: અક્ષય કુમાર સાથે ચર્ચા કરવા ડિરેક્ટર કેરળ પહોંચ્યા, 2026માં ફિલ્મ શરૂ થવાની શક્યતા

'ભૂત બંગલા'ના શૂટિંગ દરમિયાન 'OMG 3'ની સ્ક્રિપ્ટ પર મંથન:અક્ષય કુમાર સાથે ચર્ચા કરવા ડિરેક્ટર કેરળ પહોંચ્યા, 2026માં ફિલ્મ શરૂ થવાની શક્યતા
Email :

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનેલી તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા'ની શૂટિંગ પૂરી કરી લીધી છે. ત્યારે મળતી માહિતી મુજબ, અક્ષયે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન જ ફિલ્મ 'OMG 3'ની વાર્તા પર પણ ચર્ચા કરી લીધી છે. અક્ષય કુમાર 14 વર્ષ બાદ ડિરેક્ટર પ્રિયદર્શન સાથે હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' કરી રહ્યો છે. આ ફિલ્મની શૂટિંગ હાલમાં

જ પૂરી થઈ છે. આ અંગે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એક્ટ્રેસ વામિકા ગબ્બી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વામિકા એક પથ્થર પર બેસેલી જોવા મળી રહી છે. જ્યારે અક્ષય કુમાર ડાન્સ કરી રહ્યો છે. બંનેની પાછળ ખૂબ જ સુંદર ધોધ જોવા મળી રહ્યો છે. આ ગીતનું

શૂટિંગ કેરળમાં કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ શૂટિંગ દરમિયાન અક્ષય કુમારની સાથે 'OMG 2'ના ડિરેક્ટર અમિત રાય પણ કેરળ ગયા હતા. પિંકવિલા (એન્ટરટેઇન્મેન્ટ વેબસાઇટ)નું માનવામાં આવે તો, અમિત રાય પાસે 'OMG 3'ને લઈને ઘણા સ્ટોરી આઈડિયા છે. તેણે આ દરમિયાન કેરલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મની વાર્તાને લઈને ચર્ચા કરી છે. મળતી માહિતી

મુજબ 2026માં ફિલ્મના ત્રીજા ભાગને ફ્લોર પર લાવવામાં આવશે. 2026માં 'OMG 3' ફિલ્મ શરૂ કરાશે 'OMG' અને 'OMG 2'ની સફળતા બાદ ફિલ્મ પ્રોડ્યૂસર્સ ઝડપથી તેનો ત્રીજો ભાગ બનાવવા ઈચ્છી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ એક મોટી જવાબદારી હોવાથી તેઓ 'OMG 3'ની પ્રોસેસને ઉતાવળે પૂરી કરવા માંગતા નથી. જો બધું બરાબર રહેશે તો 'OMG 3'નું કામ

2026ના મધ્યમાં શરૂ કરી દેવામાં આવશે. તેમજ ફિલ્મની સ્ક્રિપ્ટ નક્કી થયા બાદ જ કાસ્ટિંગ કરવામાં આવશે. ફિલ્મમાં અગાઉના બંને ભાગોની જેમ જ વાર્તા કોર્ટ રૂમની આસપાસ આગળ વધશે. 14 વર્ષ બાદ અક્ષય-પ્રિયદર્શન સાથે આવ્યા અક્ષય કુમારે પોતાના 57માં જન્મદિવસે ફિલ્મ 'ભૂત બંગલા'ની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મથી અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શન

14 વર્ષ બાદ સાથે કામ કરી રહ્યા છે. બંનેએ છેલ્લે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખટ્ટા મીઠા'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં પરેશ રાવલ, તબ્બુ જેવા મોટા સ્ટાર્સ પણ છે. આ ફિલ્મ એપ્રિલ-2026માં રિલીઝ થવાની શક્યતા છે. ત્યારબાદ ઓગસ્ટ મહિનાથી અક્ષય કુમાર ફરી પ્રિયદર્શનની એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ જોવા મળશે.

Leave a Reply

Related Post