મન્ડે પોઝિટિવ: સીતારામની થીમ પર વર-વધૂની એન્ટ્રી, ભોજનની થાળી ચોખ્ખી કરે તેને પેન, અંતમાં તુલસીનો છોડ અને પક્ષીમાળા ભેટ આપ્યા

મન્ડે પોઝિટિવ:સીતારામની થીમ પર વર-વધૂની એન્ટ્રી, ભોજનની થાળી ચોખ્ખી કરે તેને પેન, અંતમાં તુલસીનો છોડ અને પક્ષીમાળા ભેટ આપ્યા
Email :

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે લગ્ન સત્કાર સમારંભમાં ભારતીય સંસ્કૃતિનાં અનોખા દર્શન થયાં. લગ્ન પ્રસંગમાં ગાય માતા અને ભારત માતા પૂજન સાથે સીતારામની થીમ પર વરવધૂની એન્ટ્રી, ભોજન થાળી ચોખ્ખી કરે તેને પેન અને અંતમાં તુલસીનો છોડ અને પક્ષી માળા ભેટ અપાયા હતા. ટુંડાવ ગામે સંઘના સ્વયંસેવક ભાવિકભાઈ મહેતાનો લગ્ન સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં આવનાર દરેક મહેમાનોના હસ્તે ગાય માતાનું પૂજન કરી

પ્રવેશ અપાયા બાદ શહીદ ક્રાંતિકારીઓ અને ભારત માતાનું પૂજન કરાયું. ત્યાર પછી અયોધ્યા મંદિર અને ભગવાન રામ અને સીતા માતાની થીમ પર વર-વધૂની એન્ટ્રી અને શિવપૂજા સાથે આરતી કરાઈ. બાદમાં મહાકુંભમાં દેવગતિ પામેલા શ્રદ્ધાળુ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ અને વંદે માતરમ્ ગીતના ગાન સાથે સત્કાર સમારંભની શરૂઆત કરાઈ. અન્ય અેક વિશેષતા અે રહી કે, જે મહેમાન ભોજનની થાળી ચોખ્ખી કરે તેમને

એક પેન ભેટરૂપે આપવામાં આવી. અા પ્રયાસ થકી અન્નનો બગાડ નહીં કરવાનો સમાજને મેસેજ અપાયો. 1280 પ્લેટનો ઓર્ડર હતો, 500 પેન લાવ્યા હતા, જેમાંથી 400થી વધુ મહેમાનોએ ભોજનની થાળી ચોખ્ખી કરી પેનની ભેટ મેળવી હતી. અહીં ગાય માતા અનુરૂપ ઉત્પાદનો અને તેનું મહત્વ સમજાય તે માટે સ્ટોલ અને પ્રદર્શની પણ ગોઠવી હતી. ભાવિકભાઈઅે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સમાજને મેસેજ આપવાનો પ્રયાસ છે.

Related Post