Budh Gochar 2025: જૂનમાં બુધ કરશે બે વખત રાશિ પરિવર્તન

Budh Gochar 2025: જૂનમાં બુધ કરશે બે વખત રાશિ પરિવર્તન
Email :

ગ્રહોનો રાજકુમાર બુધ જૂન મહિનામાં બેવડું ગોચર કરશે. સૌ પ્રથમ, 6 જૂન 2025 ના રોજ સવારે 9:29 વાગ્યે, બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ 22 જૂને બુધ ગોચર કરશે. 22 જૂન 2025ના રોજ રાત્રે 09.33વાગ્યે, ભગવાન બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જોકે, આ મહિને બુધ બે થી ત્રણ વાર નક્ષત્રોમાં ગોચર કરશે.

શાસ્ત્રોમાં, બુધ ગ્રહને વ્યવસાય, તર્ક, બુદ્ધિ, સંદેશાવ્યવહાર અને વચન વગેરેનો દાતા માનવામાં આવે છે, જે ફક્ત 21 દિવસમાં રાશિઓમાં ગોચર કરે છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં બુધ ગ્રહની ચાલમાં પરિવર્તનને કારણે કઈ રાશિઓને આર્થિક લાભ મળશે. ઉપરાંત, ઘર અને પરિવારમાં સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થવાની સંભાવના છે.

 સિંહ રાશિ

જૂન મહિનામાં બુધનું ગોચર સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. નોકરી કરતા લોકોનો પ્રવાસ પર જવાનો નિર્ણય સાચો રહેશે. તમને ઘણી બધી નવી વસ્તુઓ શીખવા મળશે, જે તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. શિક્ષણ ક્ષેત્રે યુવાનો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. સંબંધોમાં રહેલી તિરાડનો અંત આવશે.

તુલા રાશિ

આત્મવિશ્વાસમાં સતત વધારો થશે. ધાર્મિક કાર્યમાં રૂચી વધશે. માનસિક શાંતિ મળશે. ભાગ્યનો સાથ મળતા અટકેલા કામ થશે. સંબંધોમાં આવેલી કડવાશ દૂર થશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી મન શાંત થશે. પરિવાર સાથે ચાલતો વિવાદ ઓછો થઇ જશે.

વૃશ્ચિક રાશિ

જૂનમાં વૃશ્ચિક રાશિના જાતકોને અગણીત લાભ થશે. માતા-પિતાના આશિર્વાદથી અટકેલા કામ કરી શકશો. તબિયતમાં સુધારો આવશે. વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સ્વપ્ન તેમના માતા-પિતાના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડવાની પણ કોઈ શક્યતા નથી.

Leave a Reply

Related Post