Budh Gochar 2025: શનિની રાશિ કુંભમાં બુધનું ગોચર, 17-દિવસ આ રાશિને જલસા

Budh Gochar 2025: શનિની રાશિ કુંભમાં બુધનું ગોચર, 17-દિવસ આ રાશિને જલસા
Email :

જ્યોતિષશાસ્ત્રમાં, ભગવાન બુધ ગ્રહોના રાજકુમારનું સ્થાન ધરાવે છે, જે વાણી, ત્વચા, સંદેશાવ્યવહાર, વેપાર અને તર્ક વગેરેના કર્તા છે. રાશિચક્રના ગોચરની સાથે સાથે, બુધ નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે, જેની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. વૈદિક કેલેન્ડર મુજબ, આજે એટલે કે 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ બપોરે 12:58 વાગ્યે, બુધ કુંભ રાશિમાં ગોચર કર્યુ છે, જ્યાં તે આગામી 17 દિવસ સુધી હાજર રહેશે. 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ, બુધ રાત્રે 11:46 સુધી કુંભ રાશિમાં રહેશે.

કુંભ રાશિના શનિ ગ્રહ સ્વામી માનવામાં આવે છે, જે કર્મ અને ન્યાયના દેવતા છે. ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓ પર આ વખતે બુધ ગોચરની શુભ અસર આગામી 17 દિવસ સુધી રહેશે.

મિથુન રાશિ

ભગવાન બુધની કૃપાથી મિથુન રાશિના લોકોના ધનમાં વધારો થશે. વેપારીઓની નવી યોજનાઓ સમયસર પૂર્ણ થશે, જેનાથી તેમના નફામાં વધારો થશે. અવિવાહિત લોકોને મિત્રો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. સંબંધ મજબૂત થશે. અટકેલા કામ પૂર્ણ થતા રાહત મળશે. ભાગ્યનો સાથ મળશે.

સિંહ રાશિ

તમને નવા સ્ત્રોતોથી આર્થિક લાભ મળશે, ભાગ્યનો સાથ મળશે. ફસાયેલા નાણા પરત મળશે. ધાર્મિક કાર્ય કરી શકશો. સડસડાટ પ્રગત્તિ થાય. મુશ્કેલી ટળતા રાહત મળે. જુના સંપર્ક કામમાં આવશે.

વૃશ્ચિક રાશિ

ગ્રહોના રાજકુમાર એટલે કે બુધની કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. સ્વજનો સાથેના સંબંધો મજબૂત બનશે. મહત્વપૂર્ણ સોદો પૂરો થવાથી વેપારનો વિસ્તાર થશે. મોંઘી મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. વેપારીને આર્થિક બાબતોમાં સફળતા મળશે

Related Post