હિસ્ટ્રીશીટર મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું: પોલીસના બાતમીદાર સામે અંતે તંત્રને કામગીરી કરવી પડી, સુરતના વસીમ પાર્સલની ગેરકાયદે ઓફિસ તોડી પડાઈ

હિસ્ટ્રીશીટર મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું:પોલીસના બાતમીદાર સામે અંતે તંત્રને કામગીરી કરવી પડી, સુરતના વસીમ પાર્સલની ગેરકાયદે ઓફિસ તોડી પડાઈ
Email :

રાજ્યમાં સાડાસાત હજાર કરતાં વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયા બાદ તેમનાં ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવાની કામગીરીનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથા ભારે તત્ત્વોની ગેરકાયદે મિલકતોને જમીન દોસ્ત કરવામાં આવી. જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રીશીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી હતી. ફતેવાડી કેનાલ પાસે આવેલા ઈસ્માઈલ પેલેસ જે 'મુશીર હવેલી' તરીકે જાણીતી હતી, એના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું લાંબું લિસ્ટ છે. જ્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં ભાઈ બનવાની કોશિશ કરનારા વસીમ પાર્સલે SMCના પ્લોટમાં ગેરકાયદે ઉભી કરી દીધેલી ઓફિસ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી

પાડવામાં આવી હતી. બિનખેતી થયેલી જમીન પર હવેલી ખડકી દીધી હતી આજે અમદાવાદના વેજલપુર પોલીસ દ્વારા ફતેવાડી કેનાલ પાસે અંતરિયાળ ભાગમાં આવેલી 'મુશીરની હવેલી' તરીકે જાણીતી ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી છે.' આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. ચૌહાણે ન્યુ ગુજરાતને જણાવ્યું હતું કે આ જગ્યા ખેતીલાયક છે અને અહીં મોટા રૂમ અને સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થા છે. આ જગ્યા ઈકબાલના નામે છે, પરંતુ તે મુશીર ઉપયોગ કરે છે અને હાલ એને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરમતીના કાંઠે 6300 ફૂટ જગ્યામાં હવેલી બનાવી હતી જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે 6300 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદે

બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ મંજૂરી લીધા વિના કરવામાં આવેલા બાંધકામને તોડવા માટે આજે એક હિટાચી મશીન અને બે જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે પહોંચી છે. આ ગેરકાયદે બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું છે, જ્યાં કોઈપણ વ્યક્તિને પહોંચવું હોય તો બે વખત વિચાર કરવો પડે એટલી વિશાળ જગ્યામાં આ ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. મુશીર સામે ગુનાઓનું લાંબું લિસ્ટ મોહમ્મદ મુશીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી, મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આ આરોપીની વૈભવી ગેરકાયદે મિલકતને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તોડવાની કામગીરી કરવામાં આવી છે. એક સમયે અમદાવાદનો

ટપોરી મુશીર સામે સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ છે. ધીમે ધીમે રૂપિયા ભેગા થતાં પોલીસ અધિકારીઓ માટે 'વ્યવસ્થા' કરવાની શરૂઆત કરી, જેમાં તેણે એક એજન્સીના મહત્ત્વની પોસ્ટ ઉપર બેઠેલા અધિકારી સાથે સંબંધ વધાર્યા અને ધીમે ધીમે તે બિલ્ડર બની ગયો હતો. હાલ પણ તેના માથે અમદાવાદમાં કેટલાક પોલીસકર્મચારી અને અધિકારીઓના ચાર હાથ હોય એવી સ્થિતિ છે. મુશીર એટલો મોટો ગુનેગાર છે કે જુહાપુરા સરખેજ વિસ્તારમાં તેના નામે તેના માણસો પણ ફરે છે, જેની યાદી પણ પોલીસ ચોપડામાં તો છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ સાથે સંબંધ હોવાના કારણે કોઈ તેને કશું નહીં કરે એવું તેને અભિમાન આવી ગયું હતું. એટલું જ નહીં, કેટલાક લોકો તેના ત્યાં

નોનવેજની પાર્ટીમાં નતમસ્તક થઈને બેઠા હોય એવી પણ વિગતો જાણવા મળી રહી છે, જેમાં પોલીસ તેમજ અન્ય લોકો પણ મુશીરની ચાપલૂસી કરતા થાકતા નથી. માત્ર બે રૂપિયા ભેગા થવા દે... તેણે પોલીસને કઈ રીતે સાચવી શકાય એ શીખી લીધું છે અને પોલીસકર્મચારીઓ મુશીરના ઘર પાસે જોવા મળે છે. મુશીર સામે નોંધાયેલા ગુના મોહમ્મદ મુશીર ઇસ્માઇલભાઇ કુરેશી વિરુદ્ધમાં દાખલ થયેલા ગુનાઓનું લિસ્ટ (1) સે.ગુ.ર.ન -3254/2003 જુગારધારા કલમ 12 મુજબ (2) સે.ગુ.ર.ન -3197/2004 જુગારધારા કલમ 12 મુજબ (3) સે.ગુ.ર.ન -3217/2004 જુગારધારા કલમ 12 મુજબ (4) ફ.ગુ.ર.નં-106/2002 ઇ.પી.કો કલમ 143, 147, 148, 153, 307, 302, 151, 152, 153, 435, 436 તથા જી.પી.એકટ 135(૧l1) તથા આર્મસ એકટ 25(1)

(બી)-1 (5) ફ.ગુ.ર.નં 347/2011 ઇ.પી.કો.કલમ 302, 143, 144, 147, 148, 149, 212, 201, 120(બી), તથા GP ACT-135(1) (6) સે.ગુ.૨.ન -3170/2005 જુગારધારા કલમ 12 મુજબ (7) સે.ગુ.ર.ન -3196/2005 જુગારધારા કલમ 12 મુજબ (8) વેજલપુર ગુ.ર.નં. 11191028220938/22 ઇ.પી.કો કલમ- 341, 323,294(ખ), 506(2), 114 મુજબ (9) વેજલપુર ગુ.ર.નં. 111910282221012/22 ઇ.પી.કો કલમ- 294(ખ), 506(2), 114 મુજબ મુશીરના જાણીતા માણસોનાં નામ (1) ફિરોઝ ઉર્ફે ફિરોઝકાકા અબ્બાસભાઇ સૈયદ (2) મોહમ્મદ એજાઝ નિજામુદ્દીન કુરેશી (3) ઇકબાલ ઉર્ફે સારણી સ/ઓફ રસૂલભાઇ સિપાઇ (4) ફિરદોશ મુલ્લો (5) સોહિલ ટોલી (6) રફીક પંચોલી કાલુપુર (7) નૂર (મામાનો ભાઇ) (8) રફીક (9) ડોલો (એચ વોર્ડ). લિંબાયતમાં વસીમ પાર્સલની ગેરકાયદે ઓફિસ તોડી પડાઈ સુરત

શહેરમાં ત્રીજા દિવસે પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત રહી છે.પોલીસ દ્વારા તેમની ગેરકાયદેસર મિલકતોની તપાસ કરીને તેનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. સવારે લિંબાયત વિસ્તારમાં પોલીસની ટીમ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ સાથે પહોંચીને ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આ પણ વાંચોઃ સુરતમાં મહિલા બુટલેગરના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું અસામાજિક તત્વોની મિલકતો ઉપર કાર્યવાહી સુરત પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો હતા તેમની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને જે પણ અસામાજિક તત્વોની ગેરકાયદેસરની મિલકતો નજરે પડે ત્યાં બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દેવાયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં

માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. એસએમસીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ કરી દીધું હતું અને સ્ટ્રક્ચર ઊભો કરી દીધો હતું. તેને દૂર કરવા માટેની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી. એસએમસીના રીઝવ પ્લોટ ઉપર દબાણ કરી ભાઈગીરી કરતો ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, લિંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ કરીને જે વ્યક્તિ છે તે અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોવાનું જાણવા મળ્યું હતું. વસીમ પાર્સલ ઉપર ખંડણી, મારામારી, ધાકધમકીના ગુના હતા. તેમજ ભૂતકાળમાં તેના પર પાસા પણ થઈ ચૂક્યા છે. આવા અસામાજિક તત્વ નજર રાખીને તપાસ કરતા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ ઉપર

તેણે ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું ધ્યાન આવ્યું હતું. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ ઉપર ઓફિસ બનાવી રાખી હતી. ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું. જેનાથી તે આવક પણ મેળવતો હતો ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો. ઓફિસ માટે ધાક ધમકી આપવાનું કામ કરતો હતો. ઓફિસને દાદાગીરી માટેનો અડ્ડો બનાવી દીધો હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. રીઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે કોઈની પરગાનગી વગર જ મોટી સંખ્યામાં કબૂતરો પાળતો હતો. અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ મકાનોમાં કબજો કરી લે છે એના માણસોને મકાનમાં ઘુસાડી દે છે. ત્યારબાદ સમાધાન કરીને પૈસા પડાવી લેતો હતો. આ પ્રકારે આ વિસ્તારમાં પોતે ભાઈ બનવાનો પ્રયાસ કરતો હતો.

Leave a Reply

Related Post