ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ: નિફટી ફ્યુચર 25088 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન

ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ:નિફટી ફ્યુચર 25088 પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન
Email :

વૈશ્વિક મોરચે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતા છતાં સ્થાનિક સ્તરે ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત - અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલોએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે મે માસની ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટસની એક્સપાયરી સાથે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યાપક પારસ્પરિક ટેરિફ ઓર્ડરને રોકતા ડોલર ઈન્ડેક્સમાં ઉછાળો નોંધાતા આજે ડોલર સામે રૂપિયો નબળો

પડ્યો હતો, જયારે અમેરિકાએ વેનેઝુએલાની મોટી ઓઈલ કંપની પર પ્રતિબંધો લાદતા તથા કેનેડામાં વાઈલ્ડ ફાયરના પગલે ત્યાંથી ઓઈલ સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.48% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.39% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ

ટ્રેડીંગ થયેલી 4111 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1957 અને વધનારની સંખ્યા 2020 રહી હતી, 134 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24942 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24808 પોઈન્ટના પ્રથમ અને 24676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25008 પોઈન્ટ થી 25088

પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25088 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1672 ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1630 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1616 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1688 થી રૂ.1694 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1700 ઉપર તેજી તરફી ધ્યાન...!! ⦁ અદાણી પોર્ટ્સ (

1439 ) :- રૂ.1414 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1404 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.1457 થી રૂ.1470 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ⦁ ઈન્ફોસિસ લિ. ( 1572 ) :- કમ્પ્યુટર્સ - સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ વેચવાલી થકી રૂ.1547 થી રૂ.1530 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1620 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ હેવેલ્સ ઈન્ડિયા ( 1560 ) :- રૂ.1588 આસપાસ ઓવરબોટ પોઝિશનની

શક્યતાએ આ સ્ટોક રૂ.1594 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1533 થી રૂ.1517 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે...!! રૂ.1606 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા... મિત્રો, ચીન તથા અમેરિકા બંને ભારતના મોટા વેપાર ભાગીદાર દેશ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે

ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે. ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે. ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું

વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે. આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને 09 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે 2017 થી 2021 દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.

Leave a Reply

Related Post