શું 13 વર્ષનો સગીર પિતા બની શકે?: સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનું કહ્યું, ઘરે જ ઘણીવાર શરીરસંબંધ બાંધતા, વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ

શું 13 વર્ષનો સગીર પિતા બની શકે?:સુરતમાં શિક્ષિકાએ 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનું કહ્યું, ઘરે જ ઘણીવાર શરીરસંબંધ બાંધતા, વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ
Email :

એક છોટી સી લવ નહીં, પરંતુ લસ્ટ સ્ટોરી જેવો કિસ્સો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયાં બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં બંનેએ ઘણીવાર ઘરે શરીરસંબંધ બાંધ્યા હોવાની બંનેએ કબૂલાત આપેલી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંનેએ ભાગી

જવાનો પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે. ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડી ગઈ હતી સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની છે. સાડાચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા

જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણની કલમનો પણ ઉમેરો સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો. માનસી ટીચરના ઘરે એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે

તે ધોરણ-5માં અભ્યાસ કરે છે, ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યૂશનમાં જાય છે. ટ્યૂશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેના કહેવાથી એક વખત શરીરસંબંધ બાંધ્યો હતો. ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું કે સ્કૂલ પાસે આવ, જેથી સ્કુલ પાસે જતાં ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા, ત્યાંથી વી.આર.મોલ ફરવા લઇ ગયાં હતાં. ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસીને વડોદરા શહેર ગયાં હતાં. વડોદરાની હોટલમાં શરીરસંબંધ બાંધ્યા હતા વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતું. ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત શરીરસંબંધ

બાંધ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયેલા, ત્યાં આખો દિવસ શહેરમાં ફરેલા બાદ રાત્રિના બસમાં બેસીને જયપુર ખાતે ગયેલાં. ત્યાં એક દિવસ રોકાયેલા. બાદમાં ત્યાંથી દિલ્હી ગયેલાં અને ત્યાંથી વૃન્દાવન ગયેલાં. ત્યાં મંદિરમાં દર્શન કરીને પરત જયપુર ગયાં. ત્યાંથી પરત અમદાવાદ આવતાં હતાં ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે પકડી પાડ્યાં હતાં. શિક્ષિકા સગીરને ત્રણ વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી આ શિક્ષિકા સગીરને ત્રણ વર્ષથી અભ્યાસ કરાવી રહી હતી. શિક્ષિકાએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન સ્થાપ્યા હતા. દરમિયાન ગર્ભ રહી ગયો હતો, જેથી શિક્ષિકા સાથે રહી અલગ દુનિયા બનાવવાના ઇરાદે તેને ભગાડી ગઇ હતી. સુરતથી ભાગીને વડોદરા ગેસ્ટહાઉસમાં રાત્રિરોકાણ દરમિયાન શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા

હતા. પોલીસે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી પુણા પોલીસ આ હોટલ ખાતે તપાસ અર્થે જશે. ત્યાંના સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. શિક્ષિકા-વિદ્યાર્થી ઝડપાયા બાદ એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ઝડપાયાં બાદ એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પહેલા વિદ્યાર્થીની ઉંમર 11 વર્ષ જણાવવામાં આવી હતી, જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નિવેદનમાં વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીરસંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સૌથી મોટો ધડાકો તો મેડિકલ રિપોર્ટ બાદ થયો હતો. શિક્ષિકાને 20 અઠવાડિયાંનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ સાથે 13 વર્ષીય વિદ્યાર્થી પણ સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે પોલીસે એ ગર્ભ કોના થકી છે એ અંગે પૂછપરછ કરતાં માનસીએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો, આથી તેઓ અવારનવાર એકાંત માણતાં હતાં. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે, જોકે પોલીસ ગર્ભમાં રહેલા બાળક અને વિદ્યાર્થીનો ડીએનએ ટેસ્ટ કરાવશે. ભાગ્યાના બે દિવસ પહેલાં વિદ્યાર્થી તેના બેથી ત્રણ જોડી કપડાં શિક્ષિકાને આપી આવ્યો હતો શિક્ષિકા ગર્ભવતી હોવાની જાણ થયા બાદ બંનેએ ભાગવાનું નક્કી કર્યું હતું. એ માટે

શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ પ્લાન બનાવ્યો હતો. બે દિવસ પહેલાં નવી સ્કૂલબેગની ખરીદી હતી. નવું સિમકાર્ડ ખરીદ્યું હતું. ભાગતાં પહેલાં બે દિવસ પહેલાં વિદ્યાર્થી તેના બેથી ત્રણ જોડી કપડાં પણ શિક્ષિકાને આપી આવ્યો હતો. ત્યાર બાદ જે દિવસે ભાગ્યાં ત્યારે પહેલા વિદ્યાર્થીના કપડાં, શૂઝ સહિતની ખરીદી કરી હતી. એને રાખવા માટે ટ્રોલી બેગ પણ ખરીદી હતી. મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે: ડીસીપી આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક બનાવ બન્યો હતો. જેમાં આરોપી તરીકે એક મહિલા હતા. જેમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેમનું મેડિકલ કરાતા જાણવા મળ્યું કે તેમને 5 મહિનાનો ગર્ભ છે. આ બાબતને લઇને પોલીસે પોક્સોની

કલમો ઉમેરી છે. કેમ કે જે વિક્ટીમ છે તે 18 વર્ષથી નાનુ બાળક છે. આ બાબતને લઇને કલમ એડ કરવામાં આવી છે. તથા આ સંબંધિત મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાયન્ટિફિક પુરાવા હોય છે જેમકે ડીએનએ વગેરે પણ તપાસ કરાઈ રહ્યા છે. આ બાબતે શિક્ષિકાનું એવું કહેવાનું છે કે આ તેમના બંને વચ્ચેના સંબંધો છે. પરંતુ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટના સંવેદનશીલ છે. તેને અમે કોઈ એક એંગલથી સીધી રીતે પ્રસ્થાપિત નથી કરી શકતા. આમાં વિવિધ પુરાવા, મેડિકલ પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા ખૂબજ મહત્વ ધરાવે છે. આ બધી બાબતે તપાસ કરીને જ અમે કોઈ તારણ પર આવીશું.

Leave a Reply

Related Post