Cancer Treatment: 'ઓન્કોલિટીક વાયરસ થેરાપી' બનશે કેન્સરના દર્દીઓ માટે વરદાન

Cancer Treatment: 'ઓન્કોલિટીક વાયરસ થેરાપી' બનશે કેન્સરના દર્દીઓ માટે વરદાન
Email :

ચીની વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે એક નવી ઉપચાર પદ્ધતિ વિકસાવી છે. ચીનમાં થઈ રહેલા આ પ્રયોગો દર્શાવે છે કે ભવિષ્યમાં, કેન્સરની સારવાર માત્ર સસ્તી જ નહીં પણ વધુ અસરકારક પણ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ ઉપચાર મોટા પાયે સફળ થાય છે. તો તે કેન્સરના દર્દીઓ માટે વરદાનથી ઓછું નહીં હોય. કારણ કે કેન્સરની સારવારમાં થશે માત્ર 11 હજાર રૂપિયાનો ખર્ચ. ચીને બનાવી રહ્યુ છે નવી થેરાપી.

ઓન્કોલિટીક વાયરસ ઉપચાર શું છે?

કેન્સર એક જીવલેણ રોગ છે. જેની સારવાર હજુ પણ ખર્ચાળ અને લાંબી છે. પરંતુ હવે કેન્સર જેવા જીવલેણ રોગનો ઈલાજ માત્ર 11 હજાર રૂપિયામાં થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજી વિકસાવી છે. જેને 'ઓન્કોલિટીક વાયરસ થેરાપી' કહેવામાં આવે છે. આ ટેકનિક માત્ર ખતરનાક કેન્સર ગાંઠોને દૂર કરવાની ક્ષમતા ધરાવતી નથી પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ સક્રિય કરી છે. ઓન્કોલિટીક વાયરસને છુપાયેલા કિલર તરીકે જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોએ આ વાયરસ એવી રીતે વિકસાવ્યા છે કે તેઓ સીધા કેન્સરના કોષોમાં પ્રવેશ કરે છે. ત્યાં તેમની સંખ્યા વધારે છે અને અંતે કેન્સરના કોષોનો નાશ કરે છે. વધુમાં, આ વાયરસ એવા પ્રોટીન પણ મુક્ત કરી શકે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને બાકીના કોઈપણ કેન્સર કોષોનો નાશ કરવામાં મદદ કરે છે.

ફક્ત થોડા દેશો પાસે છે આ ટેકનોલોજી

આ ટેકનોલોજી નવી નથી. ઓન્કોલિટીક વાયરસ પર સંશોધન લગભગ 100 વર્ષ પહેલાં શરૂ થયું હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં આનુવંશિક ઇજનેરીને કારણે તેમની અસરકારકતામાં ઘણો સુધારો થયો છે. અત્યાર સુધી, અમેરિકા અને જાપાન સહિત વિશ્વના કેટલાક દેશોમાં આ ટેકનોલોજી અપનાવવામાં આવી છે. પરંતુ ચીન આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યાં લગભગ 60 ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. જેનાથી આ સારવાર સામાન્ય લોકો માટે સુલભ અને સસ્તી બનશે તેવી અપેક્ષા છે.

આ ઉપચારથી જોવા મળ્યા ચમત્કારિક પરિણામો

આ વર્ષે જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં 58 વર્ષીય મહિલાની વાર્તા કહેવામાં આવી હતી. જેને સર્વાઇકલ કેન્સર હતું અને જેની પરંપરાગત સારવાર નિષ્ફળ ગઈ હતી. તેમને ઓન્કોલિટીક વાયરસ થેરાપી આપવામાં આવી અને પરિણામે તેમના મેટાસ્ટેટિક ગાંઠો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઉપચાર પછી મહિલા 36 મહિના સુધી જીવિત રહી. આ સંશોધન દક્ષિણ ચીનની ગુઆંગસી મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર ઝાઓ યોંગઝિયાંગના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ એક વાયરસનો ઉપયોગ કર્યો જેના કારણે કેન્સરના કોષો ભૂંડના પેશીઓ જેવા દેખાતા હતા. જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમને વિદેશી પદાર્થો તરીકે ગણીને નાશ કરતી હતી. આ નાના ટ્રાયલમાં 90% દર્દીઓ જેમને લીવર, અંડાશય અને ફેફસાના કેન્સર હતા. તેમાં ગાંઠના કદમાં ઘટાડો અથવા સ્થિરતા જોવા મળી હતી.

માત્ર 11 હજાર રૂપિયામાં સારવાર

ઓન્કોલિટીક વાયરસ થેરાપીની સૌથી મોટી ખાસિયત તેની ઓછી કિંમત છે. કેન્સરની સારવારમાં અત્યાર સુધી વપરાતી CAR-T થેરાપીનો ખર્ચ ચીનમાં પ્રતિ ડોઝ લગભગ રૂ.1.16 કરોડ થાય છે. તેની સરખામણીમાં, ઓન્કોલિટીક વાયરસ થેરાપીનું ઇન્જેક્શન ફક્ત 11 હજાર રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે. એક વર્ષ માટે આ થેરાપીનો કુલ ખર્ચ 3.3 લાખ રૂપિયા સુધીનો હોય શકે છે. જે હાલની કેન્સર સારવાર કરતા ખૂબ જ ઓછી કિંમતનું છે. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post