52 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કારચાલકની ધરપકડ: સુરતના યુવાનોને ડ્રગ્સ આપવા મુંબઈના એક વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો

52 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કારચાલકની ધરપકડ:સુરતના યુવાનોને ડ્રગ્સ આપવા મુંબઈના એક વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સ મંગાવતો હતો
Email :

સ્પેશિયલ ઓપરેશન ગૃપે એમડી ડ્રગ્સ સાથે ભરત ભગવાનભાઈ પટેલ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 ગ્રામથી વધુ મેથાએમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું છે, જે શહેરી વિસ્તારના યુવાઓમાં વેચાણ માટે લાવવામાં આવ્યું હતું. શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે સુરત પોલીસની વિશેષ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) સતત કડક કાર્યવાહી કરી રહી છે. શહેરમાં નશાના

જાળને ફેલાતાં અટકાવવા, એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ચોક્કસ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. યુવકની તપાસમાં ડ્રગ્સ મળ્યું સાયણ રોડ, વરીયાવ જંકશન સર્કલ સામે, જાહેર માર્ગ પર ટોયોટા HYRYDER (ફોર વ્હીલ) કાર નંબર GJ-05-RZ-6994 પર શંકાસ્પદ હલચલ જોવામાં આવી હતી. જે બાદ પોલીસ ટીમે આ કારને રોકી તપાસ

હાથ ધરી હતી. કારની તલાશી દરમિયાન રૂ. 5,27,700 કિંમતના 52 ગ્રામ મેથાએમફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 20,37,700ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપીનો ગુનાની કબૂલાત પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી ભરત ભગવાનભાઈ પટેલ (કળથિયા)ની ઓળખ કરવામાં આવી છે. આરોપી ફલેટ નં. 404, બિલ્ડિંગ B-3, અક્ષયજ્યોત એપાર્ટમેન્ટ, ભુલકાભવન સ્કૂલની

બાજુમાં, અડાજણ હજીરા રોડ ખાતે રહે છે. મૂળ વતન નાગલપરનો દરવાજો, બોટાદ, તા. જી. બોટાદ છે. પોલીસ દ્વારા આ આરોપીને સખત પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી કે તે મુંબઈમાં રહેતા એક વોન્ટેડ આરોપી પાસેથી મેથાએમફેટામાઇન ડ્રગ્સ મંગાવતો હતો. સુરત અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો. મુંબઈમાં રહેતો મુખ્ય સપ્લાયર વોન્ટેડ, વધુ

તપાસ શરૂ આ કેસમાં સુરત એસ.ઓ.જી.એ મુંબઈમાં રહેતા એક મોટો ડ્રગ્સ સપ્લાયર વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. આરોપી ભરત પટેલે પોલીસને માહિતી આપી કે, તે વોન્ટેડ આરોપી પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવી સુરતમાં વેચાણ કરતો હતો. હવે એસ.ઓ.જી. દ્વારા વોન્ટેડ આરોપી સુધી પહોંચવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનાની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી

રહ્યા છે. NDPS અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો આ સમગ્ર કિસ્સાને લઈ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act)ની કડક જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસનું માનવું છે કે, આરોપી એક મોટું નેટવર્કનો ભાગ હોઈ શકે છે અને વધુ તપાસમાં અન્ય કેટલાક નશા વેચાણકારો સામે મોટું ખુલાસું થઈ શકે છે.

Related Post