બાલ્કનીઓમાં કબૂતરો વધતાં કેસો પણ વધ્યા: કબૂતરની અઘાર-પીંછાંથી એલર્જી, ફેફસાંના રોગના મહિને 1200 કેસ

બાલ્કનીઓમાં કબૂતરો વધતાં કેસો પણ વધ્યા:કબૂતરની અઘાર-પીંછાંથી એલર્જી, ફેફસાંના રોગના મહિને 1200 કેસ
Email :

અમદાવાદમાં કબૂતરની અઘાર-પીંછાંથી જીવલેણ એલર્જી હાયપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસના મહિને 1200 કેસ નોંધાઈ રહ્યા છે. આવા સ્વાસ્થ્ય જોખમને કારણે પુણે કોર્પોરેશનને કબૂતરને દાણા નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કબૂતરની અઘાર અને પીંછાના સંપર્કમાં આવતી વ્યક્તિ લાંબે ગાળે એલર્જ-ફેફસાંના રોગનો શિકાર બની શકે છે. કબૂતરના સંપર્કમાં આવવાથી શહેરમાં દરરોજના 40થી 50 અને મહિને અંદાજે 1500 જેટલા કેસ નોંધાય છે. પલ્મોનોલોજિસ્ટ ડો. વૈશલ શેઠ જણાવે છે કે, છેલ્લાં થોડા વર્ષોમાં પ્રદૂષણ, વાતાવરણમાં બદલાવને

કારણે અસ્થમા અને શ્વાસનળીના રોગો વધ્યાં છે, પરંતુ ચિંતાજનક વાત એ છે કે, હોસ્પિટલમાં દરરોજ આવતાં 15 નવા કેસમાંથી 1થી 2 દર્દીની મેડિકલ હિસ્ટ્રીમાં કબૂતરને ચણ નાખવા જતા કે ઘરની આસપાસ કબૂતરનાં પીંછાં અને અઘારના સંપર્કમાં આવવાથી શ્વાસની તકલીફ થઇ હોવાનું જણાયું છે. કબૂતરની અઘાર-પીંછાના સંપર્કમાં આવનારી વ્યક્તિને ફેફસાંને અસર કરતી ‘હાયપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ’ નામની બીમારી થાય છે. આ રોગના દર્દીને લાંબો સમય દવા લેવા છતાં ખાંસી મટતી નથી

તેમ જ ફેફસાંમાં સોજો હોવાનું નિદાન થાય છે. છેલ્લાં 5-10 વર્ષોમાં હાઈરાઇઝ બિલ્ડિંગો વધી છે અને બંધ ફ્લેટ અને બાલ્કનીઓમાં કબૂતરો વધતા આ બીમારીના કેસોમાં પણ ‌નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અઘારથી થતી બીમારીમાં ઘણી વાર 24 કલાકમાં ઓક્સિજનની જરૂર પડે છે કબૂતરની અઘારમાં માઇક્રોસ્કોપિક એન્ટીજન (જીવાણું) પેદા થાય છે. આ અઘાર સુકાઇને પાઉડર બની જાય છે. અઘારનો પાઉડર હવામાં મળીને સંક્રમણ ફેલાવે છે. સંક્રમણના સંપર્કમાં આવતા વ્યકિતમાં ‘હાયપર સેન્સિટિવિટી

ન્યુમોનાઇટીસ’નું એલર્જિક રિએક્શન થાય છે. રિઅેક્શનથી શરૂમાં એલર્જી, ફંગલ ઇન્ફેક્શન, શ્વાસમાં તકલીફ, થાય છે. કેટલાંક કિસ્સામાં દર્દીને 24 કલાક ઓક્સિજન લેવો પડે છે. ડો. રાજેશ સોલંકી, પ્રેસિડેન્ટ- અસોસિઅેશન અોફ ચેસ્ટ ફિઝિશિયન અોફ ગુજરાત 1 કબૂતર 1 વર્ષમાં 12 કિલો અઘાર ઉત્પન્ન કરી શકે છે પુણેમાં કબૂતરોની અઘાર-પીંછાંથી સ્વાસ્થ્ય સંબંધી જોખમ હોવાથી દાણા નાખવા પર પ્રતિબંધ છે. પીએમસી કબૂતરને દાણા નાખવા બદલ દંડ પણ વસૂલે છે. કબૂતરોની ચરકની સમસ્યા દિલ્હી, પુણે

સહિત ઘણાં શહેરોમાં છે. છેલ્લાં 25 વર્ષમાં ભારતમાં કબૂતરની વસતી 100 ટકા વધી છે. નિષ્ણાતોના મતે, એક કબૂતર એક વર્ષમાં 12થી 15 કિલો અઘાર ઉત્પન્ન કરી શકે છે, જે જોખમી બાબત છે. કબૂતર જાળી માટે રૂ. 500થી રૂ.1500નો ખર્ચ થાય છે ન્યૂ રાણીપના આશ્રય પ્લેટિના ફ્લેટના ચેરમેન ભીખાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન ભાવેશભાઇ જણાવે છે કે, કબૂતરો દ્વારા ફેલાવાતી ગંદકીથી બચવા દરેક રહીશ દ્વારા ફ્લેટની બાલ્કની દીઠ રૂ. 500થી 1500

ખર્ચ કરે છે તેમ જ ફ્લેટમાં ખાલી જગ્યા કે અેસીના ડક છે ત્યાં કબૂતરોને આવતાં રોકવા અમે નેટ લગાવવાની વિચારણા ચાલી રહી છે. ચાંદખેડાની 13-14 માળની હાઈરાઇઝ પેબલ-1 અને પેબલ-2 ફ્લેટના ચેરમેન યોગેન્દ્રસિંહ જાડેજા અને વાઇસ ચેરમેન સુભાષભાઈના જણાવ્યા મુજબ, ફ્લેટમાં ઘણાં લોકોઅે પોતાના ખર્ચે જાળી લગાવી છે, પણ કબૂતર બાલ્કની, છાપરા અને બેઝમેન્ટમાં તેમ જ ફ્લેટની ખાલી જગ્યામાં ગંદકી ફેલાવે છે તે રોકવા નેટ લગાવવાની ચર્ચા ચાલી રહી છે.

Related Post