કોલેજમાં એડમિશન માટે જરુરી સર્ટિફિકેટ કઢાવવા લાંબી કતારોમાંથી મુક્તિ: રાજકોટના બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓ માટે 3 વિન્ડો શરુ કરાઈ, અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું

કોલેજમાં એડમિશન માટે જરુરી સર્ટિફિકેટ કઢાવવા લાંબી કતારોમાંથી મુક્તિ:રાજકોટના બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓ માટે 3 વિન્ડો શરુ કરાઈ, અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું
Email :

ધોરણ-12નું પરિણામ જાહેર થતાં કોલેજ એડમિશન માટે જરૂરી જાતિનો દાખલો અને નોન-ક્રીમિલિયર સર્ટિફિકેટ લેવા રાજકોટના બહુમાળી ભવન ખાતે વિદ્યાર્થીઓની ભારે ભીડ અને તડકામાં લાંબી લાઈનોના કારણે વિદ્યાર્થીઓને ભોગવવી પડતી હાલાકી અંગે ન્યુ ગુજરાત દ્વારા ગઇકાલે પ્રકાશિત અહેવાલે તંત્રને જાગૃત કર્યુ. અહેવાલ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને આજે બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન માટે જરુરી સર્ટિફિકેટ કઢાવવા વિન્ડોની સંખ્યા વધારી 1માંથી સીધી 3 વિન્ડો કરી દેવામાં આવી છે. હવે વેરીફિકેશન અને ફોટા માટેની કામગીરી અન્ય વિન્ડો પર પણ ઝડપથી થઈ રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓને રાહત મળી છે. તદુપરાંત વિદ્યાર્થીઓને તડકો

ન લાગે તે અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે જ પીવાના પાણીન કેરબા અને કૂલર પણ રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના જરુરી સર્ટિફિકેટની કામગીરી માટે ત્રણ વિન્ડો ખોલવામાં આવી છે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા નાયબ નિયામક શીતલબેન ફિરોજીયાએ જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર થયું છે અને આગળ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે અહીં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. જેથી, તેમને તડકો ન લાગે તે માટે અહીં મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે જ પીવાના પાણીન કેરબા અને કુલરની

પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બહુમાળી ભવનમાં વિદ્યાર્થીઓના જરુરી સર્ટિફિકેટની કામગીરી માટે ત્રણ વિન્ડો ખોલવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સમય માટે લાઈનમાં ઊભું રહેવું પડતું નથી. ગઈકાલે રાશનની દુકાનની માફક લાંબી લાઈન જોવા મળી હતી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર થતાની સાથે જ કોલેજોમાં એડમિશન માટે રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે ગઈકાલે રાશનની દુકાનની માફક લાંબી લાઈન જોવા મળી રહી હતી. આકરા તાપમાં ઉભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટ ચકાસણી અને ફોટો પાડવા માટે માત્ર 1-1 બારી ખુલ્લી હોવાથી

વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ ગયા હતા. જેથી, વિદ્યાર્થીઓની સમસ્યાને ન્યુ ગુજરાત દ્વારા ગઈકાલે વાચા આપવામાં આવી હતી. વર્ષ 1978 પહેલાની જાતિની સાબિત લઈ આવો ગઈકાલે 2 અરજદાર વિદ્યાર્થિનીના પિતા મનીષ સિંધવે જણાવ્યું હતું કે, હું બે દિવસથી અહીં ધક્કા ખાવ છું પરંતુ, અહીંથી કોઈપણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે તેવું પૂછવામાં આવે તો ઉટપટાંગ જવાબ આપવામાં આવે છે. અત્યારે હું તમામ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો મને કહેવામાં આવ્યું કે વર્ષ 1978 પહેલાની જાતિની સાબિત લઈ આવો. હું OBCમાં આવું છું છતાં આ લોકો માન્ય રાખતા

નથી મારા પિતા કે દાદા કોઈ ભણેલા નથી તો 1978નું પ્રૂફ ક્યાંથી લઇ આવવું. મારે OBCનો દાખલો કઢાવવાનો છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ કઢાવવાનું છે. મારી બંને દીકરીના એડમિશન માટે કોલેજમાં આપવાનું છે. અહીં યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને લોકો તડકામાં હેરાન થાય છે. મારા લિવિંગ સર્ટિફિકેટમાં નાડોદા રાજપૂત લખેલું છે. હું OBCમાં આવું છું છતાં આ લોકો માન્ય રાખતા નથી. મારી બંને દીકરીઓને કોલેજમાં નર્સિંગમા એડમિશન લેવાનુ છે. હવે આ જાતિનો દાખલો નહીં નીકળતા મુશ્કેલી પડશે. વેરિફિકેશન અને ફોટો પાડવા માટેની એક-એક બારી ખુલ્લી જ્યારે ગઈકાલે અન્ય અરજદાર ચિરાગ પંચાસરાએ જણાવ્યું

હતું કે, અહીં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યો છું. અડધો કલાકથી લાઈનમાં ઉભો છું. લાઈન ખૂબ જ લાંબી છે અને એકથી બે કલાકનો સમય નીકળી જાય એવું છે. હાલ વેરિફિકેશન અને ફોટો પાડવા માટેની એક-એક બારી ખુલ્લી છે, વધુ બારી ખુલ્લી રાખવી જોઈએ કારણ કે, અહીં તડકાના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. આ મામલે સીટી પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે અરજદારોની સમસ્યા દૂર કરવા ગઈકાલે જણાવ્યું હતું અને બાદમાં આજે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટી કાઢવા માટે ત્રણ વિન્ડો ખુલ્લી રાખવામાં આવેલી છે અને હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું છે.

Leave a Reply

Related Post