સેલેબ્સે ઇરફાન ખાનના દીકરાનું સમર્થન કર્યું: વાઇરલ વીડિયો પર અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદીની પ્રતિક્રિયા, હર્ષવર્ધને દારૂ-પાર્ટીથી દૂર રહેવાની સલાહ આપી

સેલેબ્સે ઇરફાન ખાનના દીકરાનું સમર્થન કર્યું:વાઇરલ વીડિયો પર અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદીની પ્રતિક્રિયા, હર્ષવર્ધને દારૂ-પાર્ટીથી દૂર રહેવાની સલાહ આપી
Email :

ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાનનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો, જેમાં તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી જેવા કેટલાક કલાકારોના નામ પણ લીધા. હવે આ મામલે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી સહિતના એક્ટર્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક બાબિલનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાકે તેને દારૂ અને પાર્ટીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ બાબિલ ખાનના સમર્થનમાં પોતાના કેટલાક વીડિયો શેર કર્યો છે, જેમાં બાબિલ લખતો

જોવા મળે છે. કેપ્શનમાં સિદ્ધાંતે લખ્યું, હું પુસ્તક નહીં, ઇતિહાસ લખવા માંગુ છું. આ ઉપરાંત, બીજી એક પોસ્ટમાં, સિદ્ધાંતે લખ્યું, 'હું સામાન્ય રીતે મારા અને મારા સાથીદારો વિશે લખાયેલી બકવાસમાં ક્યારેય સામેલ થતો નથી પરંતુ આ વ્યક્તિગત છે. માટે ઇન્ટરનેટ પરના બધા Redditors, ગૉસિપ કૉલમ્સ અને મીડિયા પોર્ટલને હું કહેવા માંગુ છું કે, હવે આ બધું બંધ કરો. આપણને નફરત ગમવા લાગી છે અને પ્રેમને નફરત કરવા લાગ્યા છીએ. શું આપણે ખરેખર આટલા આગળ આવી ગયા છીએ? 'અહીં ડ્રામા શોધવાનું બંધ કરો,

અમે બધાં સ્ક્રીન પર તમારું મનોરંજન કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. કદાચ ત્યાં કંઈક ખૂટતું રહી ગયું હશે કે, તમે અમારા અંગત જીવનમાં શોધવાનું શરૂ કર્યું? અમારા તરફથી પ્રયાસો ચાલુ છે અને તમારે પણ કોઈ નિર્ણય લેતાં પહેલા એકવાર વિચારવાનો પ્રયાસ કરવો જોઈએ.' અનન્યા પાંડેએ પણ બાબિલની એક સ્ટોરી શેર કરી અને લખ્યું, 'તારા માટે ફક્ત પ્રેમ અને સારી ઊર્જા બાબિલ, હું હંમેશા તારી સાથે છું.' જ્યારે એક્ટર હર્ષવર્ધન રાણેએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'પ્રિય બાબિલ, તારો અભિનય ભગવાનની

ભેટ છે કે આનુવંશિક છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ વારસો આગળ ધપાવો. ફક્ત તમારા કામમાં પૂરા દિલથી શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરો. પાર્ટીઓ અને ઇવેન્ટ્સથી દૂર રહો, જેથી બિનજરૂરી લોકોથી બચી શકો.' 'હું કોઈ ફિલ્મી પરિવારમાંથી નથી. મેં એ શીખ્યું છે કે, લોકો ત્યારે જ તમારી સાથે ખરાબ વર્તન કરશે, જ્યારે તમે તેની પરવાનગી આપશો. એટલે જરૂરી છે કે, તમે તમારી જગ્યાએ મજબૂતીથી ઉભા રહો.' 'અને હા, કૃપા કરીને દારૂ અને તેના જેવી કોઈપણ વસ્તુથી દૂર રહો, કારણ કે ખરેખર મજબૂત

રહેવા માટે શક્તિ અને સ્પષ્ટ વિચારસરણીની જરૂર પડે છે.' ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલે ઇ ટાઇમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, 'મને સમજાતું નથી કે, તેણે આવું કેમ કહ્યું. જો તમે મારી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ જોઈ હોય, તો હું હંમેશા તેને ખૂબ જ ટેકો આપતો રહ્યો છું. તે દેખીતી રીતે ખૂબ જ પરેશાન છે. મેં તેની માતા સુતાપા મેડમ સાથે વાત કરી અને તેમણે કહ્યું કે, 'તેને એંગ્ઝાઇટી અટેક આવી રહ્યા છે. તે હૈદરાબાદમાં છે. તેને આવતીકાલથી શૂટિંગ શરૂ કરવાનું હતું. હવે તે ઘરે આવી રહ્યો

છે. તેને આરામ કરવાની જરૂર છે.' તેણે સમજવાની જરૂર છે કે આપણે બધા તેના માટે અહીં છીએ.' જાણો શું છે આખો મામલો ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. ભાવનાત્મક રીતે તૂટી પડેલો બાબિલ આ વીડિયોમાં રડી રહ્યો છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે. બાબિલે વીડિયોમાં અનન્યા પાંડે, અર્જુન કપૂર જેવા કેટલાક કલાકારોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, હવે તેના એકાઉન્ટમાંથી વીડિયો હટાવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Related Post