પારસી સમુદાયની વસ્તી વધારવા કેન્દ્રનો પ્રયાસ: જીયો પારસી યોજના અંતર્ગત નવસારીમાં વર્કશોપ યોજાયો, 400થી વધુ બાળકોનો જન્મદર નોંધાયો

પારસી સમુદાયની વસ્તી વધારવા કેન્દ્રનો પ્રયાસ:જીયો પારસી યોજના અંતર્ગત નવસારીમાં વર્કશોપ યોજાયો, 400થી વધુ બાળકોનો જન્મદર નોંધાયો
Email :

કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલય અને નવસારી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. લઘુમતી મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ આલોક વર્માની અધ્યક્ષતામાં યોજાયેલા આ વર્કશોપમાં સુરત, નવસારી અને વલસાડના પારસી સમુદાયના લોકો અને પંચાયતના પદાધિકારીઓએ ભાગ લીધો હતો. આલોક વર્માએ જણાવ્યું કે 2013-14માં શરૂ થયેલી

જીયો પારસી યોજના, પારસી સમુદાયની ઘટતી વસ્તીને રોકવા માટેની વિશેષ કેન્દ્રીય પહેલ છે. આ યોજના અંતર્ગત વૈજ્ઞાનિક પ્રોટોકોલ અને માળખાગત હસ્તક્ષેપો દ્વારા ભારતમાં પારસી વસ્તીને સ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યોજનાના ત્રણ મુખ્ય આધારસ્તંભ - તબીબી સહાય, હિમાયત અને સમુદાય આરોગ્ય છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 400થી વધુ પારસી

બાળકોનો જન્મદર નોંધાયો છે. વર્કશોપમાં ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત નિયામક વી.એસ. પટેલ, નાયબ નિયામક જે.એ. વઢવાણા અને સમાજ કલ્યાણ અધિકારી ડૉ. હિરેન સાવલિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને જીઓ પારસી પોર્ટલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે.

Related Post