Chaitra navratri 2025: જ્યારે માતા ચંડીના ચરણોમાં નેત્ર અર્પિત કરવા લાગ્યા શ્રી-રામ

Chaitra navratri 2025:જ્યારે માતા ચંડીના ચરણોમાં નેત્ર અર્પિત કરવા લાગ્યા શ્રી-રામ
Email :

નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. સૌ પ્રથમ ચૈત્ર નવરાત્રિ, પછી અષાઢ નવરાત્રિ, અશ્વિન નવરાત્રિ અને છેલ્લે માઘ નવરાત્રિ. આમાં પણ ચૈત્ર અને અશ્વિન મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે, જેને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. નવરાત્રિનો મહાન તહેવાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. આ પવિત્ર દિવસોમાં ઉપવાસ અને પૂજા કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો આજે અમે તમને ત્રેતાયુગમાં ભગવાન રામ દ્વારા નવરાત્રિના ઉપવાસ સાથે જોડાયેલી એક પૌરાણીક કથા અંગે.

શાસ્ત્રો અનુસાર ભગવાન બ્રહ્માએ રામને નવ દિવસ સુધી પૂજા કરવાનું સૂચન કર્યું હતું.

દંતકથા અનુસાર, ત્રેતાયુગમાં, રાવણ સાથેના યુદ્ધ પહેલા, ભગવાન રામે માતા ચંડી પાસેથી આધ્યાત્મિક શક્તિ અને વિજય મેળવવા માટે પ્રથમ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખ્યું હતું. રામે સૌ પ્રથમ નવરાત્રિનું વ્રત રાખ્યું હતું. ભગવાન રામે કિષ્કિંધા નજીક ઋષ્યમૂક પર્વત પર ચડતા પહેલા દેવી દુર્ગાની પૂજા કરી હતી. આ જ કારણ છે કે નવરાત્રિના નવમા દિવસને રામનવમી પણ કહેવામાં આવે છે.

 બ્રહ્માજીએ રામને કહ્યું હતું કે ચંડી પાઠ પછી તેઓ દેવી સ્વરૂપને 108 વાદળી કમળના ફૂલ અર્પણ કરે.

શાસ્ત્રો અનુસાર ભગવાન બ્રહ્માએ રામને નવ દિવસ સુધી પૂજા કરવાનું સૂચન કર્યું હતું. બ્રહ્માજીએ રામને કહ્યું હતું કે ચંડી પાઠ પછી તેઓ દેવી સ્વરૂપને 108 વાદળી કમળના ફૂલ અર્પણ કરે. આ વાદળી કમળ ખૂબ જ દુર્લભ છે. ત્યારે શ્રી રામે તેમની સેનાની મદદથી 108 વાદળી કમળ એકઠા કર્યા. જો કે જ્યારે આ સમાચાર રાવણના કાને પહોંચ્યા તો તેણે પોતાની જાદુઈ શક્તિથી તે ફૂલોને ગાયબ કરી દીધા.

જ્યારે ભગવાન રામ પૂજા પછી ફૂલ ચઢાવવા ગયા તો તેમણે જોયું કે ટોપલીમાં એક ફૂલ ઓછું હતું. શ્રીરામને આ વાતની જાણ થઈ અને ચિંતા થઈ. ત્યારે ભગવાન શ્રી રામે પોતાની એક આંખ કાઢીને ફૂલની જગ્યાએ દેવીને અર્પણ કરવાનો નિર્ણય કર્યો.

તેમણે બાણ ઉપાડતાં જ માતા ચંડી પ્રગટ થયા. રામની ભક્તિ જોઈને માતા ખુશ થઈ ગયા અને તેમને વિજય માટે આશીર્વાદ આપ્યા. ત્યારથી ચૈત્રી નવરાત્રિ ઉજવવાની પરંપરા ચાલી આવે છે.

Leave a Reply

Related Post