ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર: કોહલીની 'વિરાટ' ઇનિંગ, કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; PAKને 6 વિકેટથી હરાવ્યું

ભારતની જીતથી પાકિસ્તાન લગભગ બહાર:કોહલીની 'વિરાટ' ઇનિંગ, કરિયરની 51મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી; PAKને 6 વિકેટથી હરાવ્યું
Email :

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને

મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી. વિરાટ 158 કેચ સાથે વન-ડેમાં સૌથી વધુ કેચ લેનાર ભારતીય બન્યો. તેણે ઇનિંગ્સમાં 15મો રન બનાવતાની સાથે જ સૌથી ઝડપી 14,000 ODI રન પણ પૂરા કર્યા. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોપ સ્કોરર પણ બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો, જેમના નામે 27,483 રન છે. કોહલીની પાકિસ્તાન

સામે ત્રણ ટુર્નામેન્ટમાં સદી ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સેન્ચુરી પૂરી કરી છે. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. ત્યારે હવે તેના નામે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી ફટકારી છે. ભારતની જીતના 2 હીરો... વિરાટ કોહલી: 100 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલીએ 111 બોલમાં 100 રનની ઇનિંગ રમી. રોહિત

શર્મા આઉટ થયા પછી તે બેટિંગ કરવા આવ્યો અને ભારતીય ઇનિંગ્સને ચાલુ રાખી. વિરાટે અબરારની ઓવરો ધીરજથી રમી અને પછી ઝડપથી રન બનાવ્યા. કુલદીપ યાદવ: 3 વિકેટ લીધી, ડેથ ઓવરોમાં બેટર્સને રન બનાવતા અટકાવ્યા. કુલદીપે 3 વિકેટ લીધી. તેણે ડેથ ઓવરોમાં સલમાન આગા, શાહીન આફ્રિદી અને નસીમ શાહની વિકેટ લીધી. આ કારણે પાકિસ્તાની ટીમ ડેથ ઓવરોમાં વધારે રન બનાવી શકી નહીં. પાકિસ્તાનની હારના 2 કારણો ધીમી બેટિંગ: પાવરપ્લેમાં

2 વિકેટ ગુમાવ્યા બાદ, પાકિસ્તાને મિડલ ઓવરોમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી. મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે 144 બોલમાં 104 રનની ભાગીદારી કરી. ટીમ 11 થી 40 ઓવર વચ્ચે 180 બોલમાં માત્ર 131 રન જ બનાવી શકી. સ્પિનરોનો અભાવ: પાકિસ્તાને પ્લેઇંગ-11માં ફક્ત એક જ ફુલ-ટાઇમ સ્પિનર ​​અબરાર અહેમદને તક આપી. જેમણે 10 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી. બાકીના સ્પિનરો તેને સાથ આપી શક્યા નહીં. ટીમમાં લેગ

સ્પિન ઓલરાઉન્ડર શાદાબ ખાનનો પણ સમાવેશ કર્યો ન હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા. પાકિસ્તાન (PAK): મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), ઇમામ ઉલ હક, સઈદ શકીલ, બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ અને અબરાર અહમદ.

Related Post