રાજકોટમાં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ: સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીધા બાદ એકાએક તબિયત લથડી, એક બાળકને ICUમાં ખસેડવાની ફરજ પડી

રાજકોટમાં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ:સામાજિક સંસ્થાએ આપેલી છાશ પીધા બાદ એકાએક તબિયત લથડી, એક બાળકને ICUમાં ખસેડવાની ફરજ પડી
Email :

રાજકોટ શહેરમાં 17 એપ્રિલની મોડી રાત્રિના ફૂડ પોઇઝિંગની ઘટના સામે આવી છે. ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે. છાશ પીધા બાદ બાળકો ઊલટી કરવા લાગ્યાં પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના રામનાથ

પરા પાસે આવેલ ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી. આ વિસ્તારનાં બાળકોએ તે છાશ પીધા બાદ લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઊલટી કરવા લગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ભવાનીનગર વિસ્તારના જ રહેવાસી 12થી 15 બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. એક બાળકને ગંભીર અસર

હોવાથી ICUમાં દાખલ મોટાભાગનાં બાળકોની તબિયત સ્થિર હોવાનું, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું છે. ICUમાં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેષભાઇ જાડા છે અને તેની ઉંમર 10 વર્ષ છે. તે ભવાનીનગર વિસ્તારમાં આવેલ શેરી નંબર 5માં રહેતું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જય બાંભણિયા, દીપાલી શિયાળ, નમ્રતા ચૌહાણ, હાર્દિક ભાટી, હસુ ચાવડા, કિશન ચાવડા અને રાજવી પરમાર સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Related Post