ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન: આજે સવારે વેટિકનમાં અંતિમશ્વાસ લીધા, ફેફસામાં ઇન્ફેક્શનને કારણે લાંબા સમયથી બીમાર હતા

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન:આજે સવારે વેટિકનમાં અંતિમશ્વાસ લીધા, ફેફસામાં ઇન્ફેક્શનને કારણે લાંબા સમયથી બીમાર હતા
Email :

કેથલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકન અનુસાર, પોપે આજે સ્થાનિક સમય મુજબ સવારે 7:35 વાગ્યે અંતિમશ્વાસ લીધા. પોપ ફ્રાન્સિસ ઇતિહાસમાં પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા. તેમને 14 ફેબ્રુઆરીના રોજ

રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનીમિયાની પણ સારવાર ચાલી રહી હતી. ફેફસાના ચેપને કારણે તેમને 5 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કેથલિક ચર્ચના હેડક્વાર્ટર વેટિકને કહ્યું હતું કે

પોપના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેલ હોવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, સાથે જ પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હોવાની જાણકારી મળી હતી, જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, તેઓ ગઈકાલે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને મળ્યા હતા.

Leave a Reply

Related Post