Summerમાં ઠંડા પીણાં, આઈસક્રીમ બન્યા દાંતના દુશ્મન,ગરમીમાં કરો Teethની Care:

Summerમાં ઠંડા પીણાં, આઈસક્રીમ બન્યા દાંતના દુશ્મન,ગરમીમાં કરો Teethની Care
Email :

ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડુ કરવા આપણે કેટલું જતન કરીએ છીએ.કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા ઠંડા પીણાં અને આઈસક્રીમનું સેવન કરી શરીરને ઠંડક આપવા પ્રયાસ કરીએ છીએ. આ સાથે જ ઉનાળામાં બાળકો અને મોટાઓ પણ ઠંડા પીણાં ઉપરાંત બજારમાં મળતા બરફ ગોળા અને કુલ્ફીની પણ મોજ લેતા હોય છે. પરંતુ આ મોજમાં ને મોજમાં આપણે દાંતને નુકસાન પંહોચાડીએ છીએ તે આપણે ભૂલી જઈએ છીએ. ગરમીમાં ઠંડા પીણા અને આઇસક્રીમનું સેવન દાંતમાં કેવીટી (cavity) ની સમસ્યા પેદા કરે છે.

દાંતની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જરૂરી

ગરમીના દાંતની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે ગરમ તાપમાન અને નુકસાનકારક આહાર દાંત અને મોઢાની તંદુરસ્તી પર અસર કરી શકે છે. જેમ જેમ ગરમી વધે છે, તેમ તેમ તમારા શરીરમાં વધુ પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ઉત્પન્ન થતી લાળ પણ ઓછી થઈ જાય છે. લાળ તમારા દાંતને ઘણા ચેપથી બચાવે છે. લાળ ઓછી થવાને કારણે, દાંત બેક્ટેરિયલ ચેપ અને સડો માટે સંવેદનશીલ બની શકે છે.

અમે તમને ગરમીમાં દાંત સ્વસ્થ રાખવાની ટીપ્સ જણાવીશું.

ગરમીથી બચવા શરીરને હાઇડ્રેટેડ રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. જો શરીરને યોગ્ય માત્રામાં પાણી ન મળે તો વ્યક્તિને ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ઉનાળામાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ.

પાણી મોઢાનો ભેજ જાળવે છે અને લાળ બનાવે છે. ખૂબ પાણી પીવાથી દાંતમાં જે બેક્ટેરિયા હોય છે તે નીકળી જાય છે. બેક્ટેરિયા નીકળી જતા દાંતમાંથી દુર્ગંધ આવતી નથઈ.

ગરમીમાં ઠંડા ડ્રિંક્સ અને ગળપણ ધરાવતી વસ્તુઓનું લોકો સેવન કરતા હોય છે. આઈસક્રીમ કે ખાટી વસ્તુઓ (લેમોન, કોલ્ડ ડ્રિંક્સ) દાંતના આગળના (એનામેલ) સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. એટલે શક્ય બને ત્યાં સુધી ગરમીમા આવી વસ્તુઓનું સેવન ઓછું કરો.

દિવસમાં બે વખત બ્રશ કરવું જોઈએ. ખાસ કરીને આહાર લીધા બાદ ફ્લોસ (કોગળા) કરવા ખૂબ જરૂરી છે. આમ કરવાથી દાંતમાં ફસાયેલ ખોરાકનો નાનો કણ નીકળી જાય છે અને દાંતમાં સડો થતો નથી.

ઉનાળામાં ધૂમ્રપાન કરવાથી તમારું મોઢું વધુ સુકું બને છે. આવી સ્થિતિમાં, તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે, તમારે ધૂમ્રપાન બંધ કરવું પડશે.

એન્ટીબેક્ટેરિયલ માઉથવોશ મોઢાને તાજું અને બેક્ટેરિયા રહિત રાખે છે.સમયાંતરે માઉથવોશ જરૂર કરો.

એપલ, ગાજર, કાકડી જેવા ખાદ્ય પદાર્થો દાંતને સ્વચ્છ કરે છે અને લાળ ઉત્પન્ન કરવા મદદ કરે છે.

ઘણી વખત લોકોને નાક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરે છે. આનાથી તમારા દાંતમાં પણ સમસ્યા થઈ શકે છે. આથી મોં દ્વારા શ્વાસ લેવાની આદત દૂર કરો.

દાંતને નિયમિત સાફ કરો તેમજ દર 6 મહિને ડેન્ટિસ્ટ પાસે તપાસ કરાવવી યોગ્ય રહેશે.

ઠંડા પીણા અને આઈસક્રીમ કેમ દાંતના દુશ્મન

બજારમાં મળતા ઠંડા પીણાંમાં સિટ્રિક એસિડ કે ફોસ્ફોરિક એસિડ હોય છે, જે દાંતની બહારની સપાટી (એનામેલ)ને ધીમે ધીમે ખરાબ કરવા લાગે છે. એનામેલ એકવાર ઊતરી જાય પછી તે પાછું નથી આવતું.કેટલાક ઠંડા પીણા અને આઈસક્રીમમાં સુગરનું પ્રમાણ હોય છે. સુગરના કારણે દાંત પર બેક્ટેરિયા વધે છે. બેક્ટેરિયા ખાંડને એસિડમાં પરિવર્તિત કરે છે અને તે દાંતને કેવિટી (દાંતનો સડો)ની સમસ્યા તરફ લઈ જાય છે. ખૂબ ઠંડા પીણાં દાંતમાં માઇક્રોક્રેક્સ (અતિસૂક્ષ્મ કિટાણુ) પેદા કરી શકે છે, જે પછી દાંત તૂટવાનું કારણ બની શકે છે. ગરમીમાં દાંત સ્વસ્થ રાખવા બહુ વધારે ઠંડા પીણાં અને આઈસક્રીમનું વધુ પડતું સેવન ટાળવું.

Leave a Reply

Related Post