Summerમાં શરીરને ઠંડક કરવા પીવાતા Cold Drinks સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક, જાણો…:

Summerમાં શરીરને ઠંડક કરવા પીવાતા Cold Drinks સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક, જાણો…
Email :

ગરમીની સિઝનમાં શરીરને ઠંડક કરવા લોકો Cold Drinksનું સેવન કરતા હોય છે. ગરમીમાં ઠંડા પીણાં શરીરની થોડીવાર માટે ઠંડક અને તાજગી આપે છે. આજના યુવાનોમાં Cold Drinks પીવાનું ચલણ ખૂબ વધ્યું છે. પરંતુ જો ગરમીમાં ઠંડા પીણાનું વધુ પડતું સેવન કરવામાં આવે એટલે કે યોગ્ય રીતે અને મર્યાદામાં ન લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

નિષ્ણાતનો અભિપ્રાય

ઉનાળાની ઋતુ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક બની શકે છે. આ ઋતુમાં, ડિહાઇડ્રેશન અને શરીરનું તાપમાન વધવાનું જોખમ રહેલું છે, જેનાથી સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસરો થઈ શકે છે. એટલા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો બધા લોકોને આ ઋતુમાં પુષ્કળ પાણી પીવા, ગરમીથી બચવા અને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. પરંતુ એનો અર્થ એ નથી થતો કે તમે ઠંડા પીણાનું સેવન કરો. તમે માટલાના પાણીનું સેવન કરી શકો છો. ઘરમાં રાખવામાં આવતા માટલામાં જો તમે રાત્રે પાણી ભરો અને માટલાની આસપાસ કોટનનો ભીનો રૂમાલ રાત્રે રાખો તો પાણી ફ્રિજ જેવું ઠંડુ થાય છે. આ પાણી ગરમીમાં વધુ ઠંડક આપશે. 

ગરમીમાં ઠંડા પીણાં શરીર માટે કેટલા હાનિકારક હોઈ શકે જાણો

ડોક્ટર મિશા દવેના જણાવ્યા મુજબ ઠંડા પીણાંનું વધુ પડતું સેવન બાળકોમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને પાચનતંત્ર સહિત અનેક પ્રકારની સમસ્યાઓમાં વધારો કરવાનું કારણ માનવામાં આવે છે. લોકો સામાન્ય રીતે તરસ છીપાવવા અને ડિહાઇડ્રેશનથી બચવા માટે તેને પીવે છે, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી કે કેટલાક પ્રકારના cold drinks ડિહાઇડ્રેશન ઘટાડવાને બદલે તેને વધારી શકે છે. જે લોકો વારંવાર ઠંડા પીણાં અથવા મીઠા પીણાંનું સેવન કરે છે તેમને પાચન સમસ્યાઓનું જોખમ વધુ હોય છે.

સ્થૂળતાનું જોખમ: cold drinksનું વધુ પડતું સેવન સ્થૂળતાનું જોખમ વધારે છે.  ઠંડા પીણાં અને સોફ્ટ પીણાંથી સૌથી મોટું નુકસાન સ્થૂળતા એટલે તેના સેવનથી વજનમાં વધારો થાય છે. જે લોકો વારંવાર આવા પીણાંનું સેવન કરે છે તેમના શરીરમાં ચરબી જમા થતા ધીરે-ધીરે સમસ્યા ગંભીર બનતા વજન વધવા લાગે છે. કારણ કે સોફ્ટ ડ્રિંકસમાં રહેલી સુગર ઉપરાંત, આ ઉચ્ચ કેલરીવાળા પીણાં ઝડપથી વજન વધારવાનું કારણ પણ બની શકે છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે નિયમિત ઠંડા પીણા પીનારાઓમાં પેટની ચરબી અને સ્થૂળતા વધવાનું જોખમ વધુ રહે છે. સ્થૂળતા ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધારે છે, જેની જીવલેણ આડઅસરો થઈ શકે છે.

ડાયાબિટીસનું જોખમ

ઠંડા પીણાંમાં ખાંડનું પ્રમાણ વધુ પડતું હોય છે. એકમાં ૮-૧૦ ચમચી ખાંડ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો તો વજન અને બ્લડ સુગર બંનેનું સ્તર વધવાનું જોખમ રહેલું છે. હાર્વર્ડના એક અહેવાલમાં, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વારંવાર ખાંડવાળા પીણાં પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 26% વધી જાય છે. ઠંડા પીણાંમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને કારણે એસિડિટી, ગેસ, અપચો અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત, કેફીનયુક્ત પીણાં પેટના આંતરિક અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે તમને લાંબા ગાળે પેટની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. 

Leave a Reply

Related Post