કેનેડામાં ભારતીય યુવતીની હત્યા: ઓન્ટારિયોમાં બસ સ્ટોપ પર ઉભેલી કોલેજીયન વિદ્યાર્થિનીને ગોળી વાગી, હુમલાખોર ફરાર; પોલીસ તપાસ કરી રહી છે

કેનેડામાં ભારતીય યુવતીની હત્યા:ઓન્ટારિયોમાં બસ સ્ટોપ પર ઉભેલી કોલેજીયન વિદ્યાર્થિનીને ગોળી વાગી, હુમલાખોર ફરાર; પોલીસ તપાસ કરી રહી છે
Email :

કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ છે. હરસિમરત હેમિલ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં આવેલા કોઈ અજાણ્યા હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે હરસિમરત બસ સ્ટોપ પર ઉભી હતી અને બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં થયેલા ગોળીબારમાં તેને ગોળી વાગી ગઈ હતી. ગોળીબારમાં હરસિમરતનું મોત ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને

ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બે કાર સવારો વચ્ચે થયેલા ગોળીબારમાં હરસિમરતનું મોત થયું હતું. બસ સ્ટોપ પર ઉભેલી કોલેજીયન વિદ્યાર્થિની ગોળીબારમાં ફસાઈ ગઈ હતી સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, તે એક નિર્દોષ પીડિતા હતી જે બસ સ્ટોપ પર થયેલા ગોળીબારમાં ફસાઈ ગઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ બ્લેક કારમાં આવેલા લોકોએ વાઈટ કાર પર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગોળીબાર બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. નજીકમાં આવેલા એક ઘરની બારીમાંથી પણ ગોળીઓ આરપાર થઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં હાજર લોકો માંડ માંડ બચ્યા હતા. પોલીસ

આરોપીઓને શોધખોળ કરી રહી છે. હુમલાખોર ફરાર, પોલીસ તપાસ કરી રહી છે સ્થાનિક પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે હરસિમરતના પરિવારના સંપર્કમાં છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. હેમિલ્ટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 7.30 વાગ્યે તેમને હેમિલ્ટનમાં અપર જેમ્સ અને સાઉથ બેન્ડ રોડ નજીક ગોળીબારના સમાચાર મળ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમણે રંધાવાને છાતીમાં ગોળીના ઘા સાથે જોઈ. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Related Post