હિંમતનગરમાં મોપેડ-બાઇક અકસ્માત: અનતેશ્વર ચોક પર બે વાહનો વચ્ચે ટક્કર, બંને ચાલકોને ઈજા

હિંમતનગરમાં મોપેડ-બાઇક અકસ્માત:અનતેશ્વર ચોક પર બે વાહનો વચ્ચે ટક્કર, બંને ચાલકોને ઈજા
Email :

હિંમતનગરના સહકારી જિન રોડ પર આવેલા અનતેશ્વર મહાદેવ મંદિર ચાર રસ્તા પર ગુરુવારે બપોરે અકસ્માત સર્જાયો છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, સહકારી જિન તરફથી આવી રહેલી એક મહિલા મોપેડ ચાલક અને મંદિર તરફથી રોડ ક્રોસ કરી રહેલા બાઇક ચાલક વચ્ચે

ટક્કર થઈ હતી. અકસ્માતમાં મોપેડ ચાલક મહિલા રોડ પર પટકાયા હતા અને તેમને ઈજા પહોંચી હતી. મોપેડ રોડ પર આડું પડી ગયું હતું. બાઇક ચાલકનું વાહન મંદિર પાસે પાર્ક કરેલી અન્ય બાઇક સાથે અથડાયું હતું, જેના કારણે તેમને માથાના ભાગે ઈજા થઈ

હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. છાપરિયા રોડથી સહકારી જિન તરફ જવાના માર્ગ પર બનેલી આ ઘટનાએ વાહન ચાલકોમાં ચાર રસ્તા પર સાવચેતી રાખવાની જરૂરિયાત ઉજાગર કરી છે.

Leave a Reply

Related Post