'ચલો.. હનુમાન ચાલીસા પઢો!': કોમેડિયન ગૌરવ ગુપ્તાએ પાકિસ્તાની ફેન્સની મજા લીધી, કહ્યું- હિન્દી સમજાય છે? તો પણ વારંવાર કાશ્મીર કેમ માગો છો

'ચલો.. હનુમાન ચાલીસા પઢો!':કોમેડિયન ગૌરવ ગુપ્તાએ પાકિસ્તાની ફેન્સની મજા લીધી, કહ્યું- હિન્દી સમજાય છે? તો પણ વારંવાર કાશ્મીર કેમ માગો છો
Email :

પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ ભારતના ઓપરેશન 'સિંદૂર' પછી ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ વધી ગયો છે. એવામાં સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ ગુપ્તાએ તેમના શોમાં એક પાકિસ્તાની ફેન્સને રોસ્ટ (બીજાની મજાક કરી કરવામાં આવતી કોમેડી) કર્યો હતો. કોમેડિયનની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ગૌરવ ગુપ્તા પાકિસ્તાની ફેન્સને કર્યા રોસ્ટ ગૌરવ ગુપ્તાએ યુએસ-કેનેડા ટૂર દરમિયાન તેના શોમાં કેટલાક પાકિસ્તાની ચાહકોને રોસ્ટ કર્યા. કોમેડિયન જ્યારે ક્રાઉડ વર્ક કરી રહ્યો હતો ત્યારે તેને ખબર પડી કે શોમાં કેટલા પાકિસ્તાની ફેન્સ પણ હાજર છે. આ વાત ખબર પડતાં કેટલાક ભારતીય દર્શકોએ 'સિંદૂર'ની બૂમ પાડી, કોમેડિયન તેને લિમિટમાં રહેવાનું કહે છે.

ત્યારબાદ એક કોમેડી વાતચીત શરૂ થાય છે. જે સાંભળીને દર્શકો પેટ પકડીને હસે છે. 'ચલો.. હનુમાન ચાલીસા પઢો!' ગૌરવ ગુપ્તા સૌથી પહેલા પાકિસ્તાની ફેન્સની હાજરી પર મજાક કરતાં કહે છે કે- બરોબર છે, પાકિસ્તાની આર્ટિસ્ટ બેન થયા છે, ઓડિયશનને તો છૂટ જ છે. પછી તે ધાર્મિક મુદા પર આગળ વધતાં તેને હનુમાન ચાલીસાના પાઠ કરવા મજબૂર કરતો હોય તે રીતે કોમેડી કરે છે. તેનો આ પંચ સાંભળતાં જ ભીડમાં બૂમા-બૂમ કરવા લાગે છે. પછી ગૌરવે ફેન્સને પૂછ્યું કે- શું તમે હિન્દી જોક્સ સમજો છો? જ્યારે તેઓ એ હા પાડી એવું તરત જ કોમેડિયને કહ્યું- તો તને ખબર નથી પડતી

નહીં મળે (અહીં કશ્મીરની વાત થઈ રહી છે). આટલી વખત સમજાવ્યાં પછી પણ પાછા આવી જાવ છો. તેણે આ મજાક બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીર વિવાદ પર કરી, આ મજાક સાંભળીને ભીડ પણ બૂમો પાડવા લાગી. ભારતમાં પાકિસ્તાની કન્ટેન્ટ અને કલાકારો પર પ્રતિબંધ આ ક્લિપ ઓનલાઈન વાઈરલ થઈ રહી છે. ઘણા લોકોએ પાકિસ્તાની ફેન્સની પ્રશંસા પણ કરી જેણે આ મજાકને સારી રીતે હેન્ડ કરી લીધી. વાઈરલ ક્લિપે બંને દેશો વચ્ચેના તણાવ વિશે ચર્ચાઓને ફરીથી જગાવી દીધી છે. પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધ કરવા આવ્યા છે અને ભારતીય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે પાકિસ્તાનમાંથી બનતી ફિલ્મો, સંગીત અને શો દૂર કર્યા છે.

Leave a Reply

Related Post