ચેક રીટર્ન થયા હતા: વડોદરામાં ફાર્મા કંપની સાથે 5.13 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદની કંપનીની મહિલા માલિક સામે ફરિયાદ

ચેક રીટર્ન થયા હતા:વડોદરામાં ફાર્મા કંપની સાથે 5.13 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદની કંપનીની મહિલા માલિક સામે ફરિયાદ
Email :

અમદાવાદ શહેરની ફાર્મા મટીરીયલના ટ્રેડીંગ સાથે સંકળાયેલ કંપની દ્વારા અમદાવાદની પ્રોપરાઇટર કંપનીને રૂપિયા 5 કરોડ ઉપરાંતનો માલ વેચવામાં આવ્યો હતો. શરૂઆતમાં પૈસાની ચૂકવણી સમયસર કરવામાં આવતી હતી, બાદમાં તે અનિયમિત થઇ હતી. આ અંગે અમદાવાદની કંપનીના સંચાલિકાને જાણ કરતા તેઓએ સમજૂતી કરાર કર્યો હતો. તે બાદ પણ તેમણે આપેલા ચેક બાઉન્સ થતા આખરે

મામલો પોલીસ મથક પહોંચ્યો છે અને મહિલા સામે 5.13 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સામેની તપાસમાં ધ્યાને આવ્યું કે, તેઓ આ પ્રકારે છેતરપિંડી કરવા ટેવાયેલા છે અને અગાઉ પણ તેમની સામે 4 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. 11 કરોડની કિંમતનું રો-મટીરીયલ આપ્યું હતું વડોદરા તાલુકા પોલીસ મથકમાં હર્ષદભાઇ શિવાભાઇ સોલંકી (રહે. બીલ

ગામ, વડોદરા) દ્વારા ડી. એમ. કોર્પોરેશનના પ્રોપ્રરાઇટર શિતલબેન ગોપાલભાઇ પંચાલ (રહે. સુમેલ - 6, જ્યુપીટલ મીલ કમ્પાઉન્ડ, દુધેશ્વર રોડ, અમદાવાદ) સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. ફરિયાદી નીયોન ટેક્નોલોજી કંપનીમાં ભાગીદાર છે. તેમની ફર્મ ફાર્માસ્યુટીકલ્સ રો-મટીરીયલ્સ સંબંધિત કામ કરે છે. તેમની કંપનીમાં ચાર ભાગીદાર છે. ફરિયાદીની કંપની દ્વારા બ્રોકર સાથે મળીને કુલ

11 કરોડની કિંમતના અલગ-અલગ ફાર્મા મટીરીયલ આપ્યું હતું. ફેબ્રુઆરી-2024થી જૂન- 2024 સુધીમાં આ માલ આપવામાં આવ્યો હતો. તેમને મોકલેલા માલની ગુણવત્તા તથા જથ્થા અંગે કોઇ વાંધો કે તકરાર સામે આવી ન હતી. પેમેન્ટના તમામ 11 ચેક રિટર્ન થયા આરોપી શિતલ પંચાલ દ્વારા શરૂઆતના સમયમાં નિયમિત પેમેન્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેઓ પેમેન્ટ આપતા ન

હતા. માત્ર પેમેન્ટ અંગેના વાયદાઓ જ આપ્યા કરતા હતા. તેમણે આપેલા ચેકો પણ રીટર્ન થઇ ગયા હતા. બાદમાં બંને વચ્ચે સમજુતી કરાર થયા હતા. તેમાં 11 અલગ-અલગ ચેકો આપવામાં આવ્યા હતા. તે પૈકી એક પણ ચેક ફરિયાદીના ખાતામાં જમા થયો નથી. તમામ ચેક રીટર્ન થયા છે. બાદમાં શિતલ પંચાલની વધુ તપાસ કરતા તેમની સામે

અમદાવાદ, ડીસીબી પોલીસ મથક, સુરત, કિમ પોલીસ મથક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના મળીને 4 કેસો નોંધાયેલા છે. 5.13 કરોડની છેતરપિડીની ફરિયાદ નોંધાઇ ​​​​​​​આખરે હર્ષદભાઇ સોલંકીની અરજીના આધારે શિતલબેન ગોપાલભાઇ પંચાલ (રહે. સુમેલ - 6, જ્યુપીટલ મીલ કમ્પાઉન્ડ, દુધેશ્વર રોડ, અમદાવાદ) સામે રૂપિયા 5.13 કરોડની છેતરપિડીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Related Post