કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહનો ફૈઝલ પટેલના ટ્વીટ પર ખુલાસો: બીમારીને કારણે કોંગ્રેસની કામગીરીથી દૂર રહ્યા, મુમતાઝબેન હજુ પણ પ્રચારમાં સક્રિય

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહનો ફૈઝલ પટેલના ટ્વીટ પર ખુલાસો:બીમારીને કારણે કોંગ્રેસની કામગીરીથી દૂર રહ્યા, મુમતાઝબેન હજુ પણ પ્રચારમાં સક્રિય
Email :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વ. અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના વિવાદાસ્પદ ટ્વીટ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ફૈઝલ પટેલે તેમના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસના સમર્થક છે, પરંતુ કેટલાક લોકો ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. શક્તિસિંહે જણાવ્યું કે ફૈઝલ પટેલની

બહેન મુમતાઝ પટેલ હાલમાં ભરૂચમાં સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. મુમતાઝબેન સાથેની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું કે ફૈઝલ પટેલ થોડા સમય પહેલા ગંભીર બીમારીમાં સપડાયા હતા અને હવે તેમાંથી બહાર આવી રહ્યા છે. શક્તિસિંહે મીડિયાને અપીલ કરી કે વ્યક્તિગત અને કૌટુંબિક કારણોને રાજકીય મુદ્દાઓ સાથે ન જોડવામાં આવે. સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન કોંગ્રેસના હીરાભાઈ જોટવા, કરશનભાઈ બારડ, હિરેન

બામરોટીયા, દિનેશ સોલંકી અને રાકેશ ચુડાસમા સહિતના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પોલીસ દ્વારા દબાણ, ધમકીઓ અને લાલચ જેવા અલોકતાંત્રિક માધ્યમોનો ઉપયોગ કરી રહી છે. તેમણે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા પર પણ દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને ભાજપને જવાબ આપવા અપીલ કરી હતી.

Related Post