રાપર નગરપાલિકાની ચૂંટણી: કોંગ્રેસના વોર્ડ નં.6ના કાર્યાલયનું ઉદ્ઘાટન, ઉમેદવારોએ નગર વિકાસનું વચન આપ્યું

રાપર નગરપાલિકાની ચૂંટણી:કોંગ્રેસના વોર્ડ નં.6ના કાર્યાલયનું ઉદ્ઘાટન, ઉમેદવારોએ નગર વિકાસનું વચન આપ્યું
Email :

રાપર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નંબર 6માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું મધ્યસ્થ કાર્યાલય શંકરવાડી પાસે શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણી ભચુભાઈ આરેઠીયાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 6માંથી કોંગ્રેસના ઉમેદવારો તરીકે

ફુલીબેન ધનજીભાઈ ગોહિલ, રાજીબેન જેઠાભાઈ ચૌધરી, રાજેશ રામજી મસુરીયા અને દિનેશકુમાર ભચુલાલ ઠક્કર ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારોએ રોડ-રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું કે રાપર

શહેરમાં લોકોને સતાવતા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. કાર્યક્રમમાં રાપર તાલુકા કોંગ્રેસના મહામંત્રી બાબુભાઈ ચૌધરી સહિત પક્ષના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ હાજર રહ્યા હતા અને ઉમેદવારોને આશીર્વાદ આપ્યા હતા.

Related Post