Summerની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા આ ફળોનું સેવન વધુ ફાયદાકારક:

Summerની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપવા આ ફળોનું સેવન વધુ ફાયદાકારક
Email :

ઉનાળામાં આકરા તાપમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાના બદલે ઘરમાં અને એસીમાં રહેવાનું પસંદ કરે છે. એસીમાં બેસી રહેવાથી લોકો વધુ સુસ્ત અને આળસુ બને છે. ગરમીમાં શરીરને વધુ ઉર્જાવાન બનાવવા ખોરાકના બદલે ફળોનું સેવન વધુ ફાયદાકારક બનશે. કેટલાક ફળો એવા છે જે તમને ઠંડક તો આપશે જ પણ સાથે સાથે શરીરને જરૂરી ઉર્જા પણ પ્રદાન કરશે. ગરમીની સિઝનમાં તમારા દૈનિક આહારમાં આ ફળોને જરૂર સામેલ કરવા જોઈએ. આ ફળોનું સેવન શરીરને હાઈડ્રેટ રાખવા સાથે ગરમીના કારણે પાણીનો શોષ પડતો હશે તેમાં રાહત આપશે.

ઉનાળામાં શરીરને ઠંડુ અને ઉર્જાવાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધતા તાપમાન સાથે, શરીરને હાઇડ્રેટ રાખવું અને ગરમીથી બચાવતા ફળોનું સેવન કરવું ફાયદાકારક છે. કેટલાક ફળો એવા છે જે તમને ઠંડક તો આપશે જ પણ સાથે સાથે શરીરને જરૂરી ઉર્જા પણ પ્રદાન કરશે. ઉનાળામાં શરીરને ઠંડુ અને ઉર્જાવાન રાખવા માટે, આ ફળોને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. આ તમને ફક્ત હાઇડ્રેટેડ જ રાખશે નહીં પણ ગરમીથી થતી સમસ્યાઓથી પણ બચાવશે.

ગરમીમાં ખોરાક ઓછો અને પાણીનો ઉપયોગ વધુ થાય છે. જાણો આ ફળો વિશે જે તમારી ભૂખ મટાડશે અને પાણીની તરસ દૂર કરશે.

તડબૂચ: ગરમીમાં કેરી બાદ સૌથી વધુ તડબૂચ ખાવાનું લોકો પસંદ કરે છે. તડબૂચમાં 92 ટકા પાણી હોય છે. , જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તડબૂચનું સેવન ત્વચાને સ્વસ્થ રાખવા સાથે આરોગ્ય માટે પણ લાભકારક છે. તડબૂચનું સેવન ડિહાઇડ્રેશનને અટકાવે છે એટલે કે જો તમે ગરમીમાં બહાર નીકળતા હોવ તો તમને ચક્કર આવવા જેવી સમસ્યાનો ઓછો સામનો કરવો પડે છે. તડબૂચમાં રહેલ એન્ટીઑકિસડન્ટ શરીરને ઠંડક પ્રદાન કરે છે.

નાળિયેર પાણી : નારિયેળ પાણી શરીરને ઠંડુ અને કુદરતી રીતે હાઇડ્રેટેડ રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. નાળિયેર ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે. મોટાભાગ દરિયાકિનારાના વિસ્તારમાં નાળિયેર પાણીનું વધુ વેચાણ થતું હતું. પરંતુ હવે શહેરોમાં પણ સરળતાથી નાળિયેર પાણી મળી રહે છે. ઉનાળામાં થાક દૂર કરવા નાળિયેર પાણીનું સેવન વધુ લાભ આપશે. ખાસ કરીને મલાઈ વાળા નાળિયેર પાણીના સેવનથી તમે વધુ તૃપ્ત થયાનો અનુભવ કરશો.

નારંગી : નારંગી વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. કોરોના દરમિયાન વીટામીન સીની જરૂરિયાત કેટલી છે તેનો તમામને અનુભવ થયો હતો. રોગપ્રતિકારક શક્તિ વધારવા વીટામીન સી વધુ જરૂરી છે. નારંગીનું સેવન શરીરને ઠંડુ રાખવા સાથે સ્ફૂતિપણ આપે છે. ઉનાળાની ગરમીમાં નારંગીનું સેવન તાજગી પ્રદાન કરે છે. તેનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી.

લીચી : લીચીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે અને તે શરીરને ઠંડુ રાખે છે. તેમાં હાજર વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ શરીરને ઉર્જાવાન બનાવે છે. તે ગરમીને કારણે થતી નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post