Summerમાં કાચી કેરીનું સેવન વધારશે સ્વાદ, સ્વાસ્થ્ય માટે પણ લાભકારક, જાણો ફાયદા:

Summerમાં કાચી કેરીનું સેવન વધારશે સ્વાદ, સ્વાસ્થ્ય માટે પણ લાભકારક, જાણો ફાયદા
Email :

ઉનાળાો આવતા જ લોકોની ચિંતામાં વધારો થઈ જાય છે. આકરી ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. દરેક વ્યક્તિ ગરમીથી રાહત મેળવવા છાંયડો શોધે છે તો એસી ચલાવી ઠંડક મેળવે છે. આપણી દરેક ઋતુમાં ખાસ પ્રકારના શાક અને ફળ મળે છે. ગરમીની ઋતુમાં રાહત આપવા કુદરતે કેરી જેવું શ્રેષ્ઠ ફળ આપ્યું છે. કેરીની પણ જુદી-જુદી જાત જોવા મળે છે. કેસર કેરી, બદામ કેરી, આફૂસ કેરી અને કાચી કેરી. પાકેલી કેરીઓનો સ્વાદ સારો હોય છે અને તેમાંથી લોકો રસનો આનંદ પણ લેતા હોય છે. પરંતુ કાચી કેરીનો સ્વાદ ખાટો હોવા છતાં અનેક રીતે ગુણકારી છે.

ગરમીમાં કાચી કેરીનું સેવન આપણા માટે વધુ લાભકારક છે. કાચી કેરીમાં અનેક વિટામિન રહેલા છે. જો તમે તેને તમારા આહારનો ભાગ બનાવશો તો તમને ઘણા ફાયદા થશે. જાણો કાચી કેરીના સેવનથી આપણા સ્વાસ્થ્ય પર શું લાભ થશે.

કાચી કેરી વિટામિન સીથી ભરપૂર હોય છે . વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે અને શ્વેત રક્તકણોમાં વધારો કરે છે. શ્વેત રક્તકણો ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે.

કાચી કેરીમાં વિટામિન K હોય છે, જે લોહી ગંઠાઈ જવા અને હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમાં ફોલેટ એટલે કે વિટામિન B9 હોય છે, જે ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કાચી કેરી ડાયેટરી ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. આ તમારી પાચન પ્રક્રિયાને સરળ રીતે ચલાવે છે. કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. ફાઇબરની હાજરીને કારણે, તે તમારા વજનને નિયંત્રણમાં રાખી શકે છે.

કાચી કેરીમાંથી આપણને વિટામિન A પણ વધુ માત્રા મળે છે. વિટામિન એ ત્વચા માટે વરદાનરૂપ બને છે. વિટામિન એ શરીરના નવા કોષોનું નિર્માણ કરે છે અને ત્વચાને ચમકમાં નિખાર લાવે છે. કાચી કેરીમાં રહેલું વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન એ ના કારણે આંખ સંબંધિત રોગમાં મદદ મળે છે.

કાચી કેરીનું સેવન કરવા તમે સલાડની કાચી સમારી તેમાં સંચળ પાઉડરની સાથે મરી પાઉડર તેમજ ચાટ મસાલો નાખીને ખાઈ શકો છો. તેમજ તમે કાચી કેરીનું  શરબત પણ બનાવી શકો છો. ગામડાઓમાં કાચી કેરીના બાફલાનું ખાસ સેવન થાય છે. કાચી કેરી સ્વાદમાં ખાટી હોય છે પરંતુ ગરમીમાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

Leave a Reply

Related Post