Summerમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક, જાણો તેના ફાયદા:

Summerમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક, જાણો તેના ફાયદા
Email :

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો વધુને વધુ પાણીનું સેવન કરતા હોય છે. રાજ્યભરમાં અત્યારે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે ત્યારે લોકોને ચક્કર આવવા અને બેભાન થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્વાસ્થ્ય સમસ્યાથી દૂર રહેવા લોકોએ પોતાના ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવુ જોઈએ. ગરમીમાં આ સમસ્યામાં કાચી ડુંગળીનું સેવન

સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ડુંગળી માત્ર સ્વાદ જ નહીં, પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. બપોરના ભોજનમાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ગરમીમાં કાચી ડુંગળી (લાલ ડુંગળી)નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. 

કાચી ડુંગળીના લાભો:
ગરમીમાં ડુંગળીનું સેવન તાપમાને સહન કરવાની ક્ષમતા વધારે છે. ડુંગળી

શરીરને અંદરથી ઠંડક આપે છે, જેથી હીટસ્ટ્રોક (લૂ)થી બચાવ થાય છે. ડુંગળીનું સેવન કરવાથી ગરમીમાં કારણે શરીરમાં પાણીની ઉણપનો સામનો કરવો પડે છે તે દૂર થાય છે એટલે કે ડુંગળીમાં રહેલી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં હાઈડ્રેશન જાળવે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પાચનતંત્રને પણ લાભ થાય છે. તેમાં ફાઈબર હોય છે જે પાચન સુધારે છે અને ઉકળાટ,

એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડે છે.

કાચી ડુંગળી વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી બચાવે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ચામડીને ઠંડક આપે છે અને ઘમોરિયાં જેવી સમસ્યાઓથી બચાવે છે. ડુંગળીમાં રહેલા ક્વરેસેટિન અને અન્ય તત્વો શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે

છે. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન પાચનક્રિયામાં સુધારો કરતા ગેસ અને કબજીયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઉપયોગ કેવી રીતે કરવો:
ગરમીમાં તેમે કાચી ડુંગળીને પોતાના ખાસ કરીને પોતાના બપોરના ભોજનમાં સામેલ કરો. તમે કાચી ડુંગળી અને કેરીનું કચૂબંર બનાવી શકો છો. તેમજ દહીંનું રાયતું બનાવો તો તેમાં પણ ડુંગળીના નાના-નાના કટકા નાખી શકો છો. આ

ઉપરાંત તમે કાચી ડુંગળીને સલાડની જેમ ખાઈ શકો છો. કાચી ડુંગળીમાં લીબુ અને મરી નાખી ભોજન પહેલા લેવાથી ભૂખ ઉઘડે છે અને પેટની બળતરામાં રાહત મળે છે. હા, એ યાદ રાખો કે તમને હંમેશા એસિડીટીની સમસ્યા રહેતી હોય તો કાચી ડુંગળીનું સેવન કરવાનું ટાળો.

Leave a Reply

Related Post