Summerની ગરમીમાં દૂધી સાથે આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક:

Summerની ગરમીમાં દૂધી સાથે આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
Email :

ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો કેરી સાથે મગની દાળ અથવા તો ચણાની દાળ કે કઠોળ બનાવતા હોય છે. જો કે સાંજની રસોઈમાં કયું શાક બનાવવું તેને લઈેન મોટી સમસ્યા રહે છે. ગરમીમાં દૂધીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.  દૂધી ખાવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક મળે છે. દૂધી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. આનાથી પાચનતંત્ર પણ સુધરે છે. એટલે દૂધીમાંથી થેપલા અને પૂરી જેવી જુદી-જુદી વાનગી બનાવી સ્વાદનો આનંદ માણી શકાય. પરંતુ દૂધી સાથે કેટલીક વસ્તુઓનું સેવન આપણા સ્વાસ્થ્યને લાભ આપવાના બદલે ગંભીર નુકસાન કરે છે. આર્યુવેદ મુજબ દૂધી સાથે આ વસ્તુઓનું સેવન તંદુરસ્ત આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.

દૂધી સાથે આ વસ્તુઓ ના ખાઓ

ખાટી વસ્તુઓ :

ખાટી વસ્તુઓ ક્યારેય દૂધી સાથે ન ખાવી જોઈએ. વાસ્તવમાં, દૂધી સ્વભાવે ઠંડી હોય છે અને જ્યારે તેને ખાટી વસ્તુઓ સાથે ખાવામાં આવે છે, ત્યારે ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં, લીંબુ, દહીં અને આમલી વગેરે સાથે દૂધી બિલકુલ ન ખાઓ. આનાથી ઘણું નુકસાન થઈ શકે છે.

મૂળા : મૂળાનું સેવન દૂધી સાથે ન કરવું જોઈએ. ખરેખર, દૂધી અને મૂળા બંનેનો સ્વભાવ ખૂબ જ ઠંડો હોય છે. આવી સ્થિતિમાં, આ બંને ખાવાથી ગરમી અને ઠંડી બંને થઈ શકે છે. આનાથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે .

દૂધી સાથે માંસાહારી ખોરાક ન ખાઓ : દૂધી સાથે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આયુર્વેદમાં આની મનાઈ છે. આનાથી શરીરમાં ગરમી અને ઠંડી પ્રકૃતિ વચ્ચે સંઘર્ષ થાય છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. દૂધી સાથે માંસાહારી ખોરાક ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનું જોખમ રહેલું છે.

કારેલા : કારેલાને ભૂલથી પણ દૂધી સાથે ન ખાવા જોઈએ. આ બંનેને એકસાથે ખાવાથી શરીરમાં એસિડિટી વધવાનું જોખમ રહેલું છે , જેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

દૂધી સાથે દૂધ આયુર્વેદમાં દૂધી સાથે દૂધનું સેવન કરવાની મનાઈ છે. આનાથી ત્વચાની એલર્જી, પાચન સમસ્યાઓ અને શરીરમાં ઝેરી તત્વોનો સંચય થઈ શકે છે. જો તમે દૂધી સાથે દૂધ પીવા માંગતા હો, તો ઓછામાં ઓછા ત્રણ કલાકનો ગેપ રાખો.

દૂધી પોષક તત્વોથી ભરપૂર

ખરેખર, દૂધીમાં 90 ટકા સુધી પાણી હોય છે. તેમાં ફાઇબર, વિટામિન સી, વિટામિન બી, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબ જ સારા છે. પરંતુ ઉપરણ જણાવેલ વસ્તુઓ દૂધી સાથે ન ખાવી જોઈએ. આ વસ્તુઓ દૂધી સાથે ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Related Post