વાલીઓ સારથી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકશે: સ્કૂલો વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીંઃ DEO

વાલીઓ સારથી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકશે:સ્કૂલો વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીંઃ DEO
Email :

આગામી અઠવાડિયાથી રાજ્યમાં ઉનાળા વેકેશન બાદ ફરીથી સ્કૂલો શરૂ થશે. સ્કૂલમાં નવું સત્ર શરૂ થતા જ વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવાની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે, કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીં. સ્કૂલ દબાણ કરશે તો સ્કૂલ સામે એક લાખ રૂપિયા સુધીની દંડની કાર્યવાહી કરવામાં આવશે. વાલી અને વિદ્યાર્થીઓ સાથી હેલ્પલાઇન દ્વારા આ અંગની ફરિયાદ કરી શકશે. સ્કૂલ ખાલી લિસ્ટ આપી શકશે તોવો પરિપત્રમાં ઉલ્લેખ 9 જૂનથી

રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂરું થતાં સ્કૂલ ફરીથી શરૂ થશે. કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને અત્યારથી જ મેસેજ કરીને સ્ટેશનરી અને યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે જણાવવામાં આવે છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા સ્કૂલ શરૂ થાય તે પહેલા જ સ્કૂલોને ચેતવ્યા છે. DEOએ સ્કૂલોને આદેશ કર્યો છે કે, કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી કે યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરી શકશે નહીં. સ્કૂલ વિદ્યાર્થીઓને લિસ્ટ આપી શકશે, જેના આધારે વિદ્યાર્થીઓ ખરીદી કરી શકશે. સ્કૂલને એક લાખ સુધી દંડ કરાશેઃ DEO DEO રોહિત ચૌધરીએ

જણાવ્યું હતું કે, કોઈ સ્કૂલની આ પ્રકારેની ફરિયાદ મળે તો શરૂઆતમાં 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી ફરિયાદ મળતા 25,000નો દંડ એમ એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ મુજબ સ્કૂલને દંડ ફટકારવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી દબાણ કરવામાં આવે તે સારથી હેલ્પલાઇન નંબર 9909922648 પર ફરિયાદ કરીને જાણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની 25 સ્કૂલને રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્ટેશનરી-યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ કરવા, ફાયર સેફ્ટીનો અભાવ અને વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ નોટિસ ફટકારી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)

Leave a Reply

Related Post