ગુજરાતના તાપમાનમાં સતત ચડાવ-ઉતાર: લધુતમ તપામાનમાં વધારો થતાં ગરમી પડશે, ચાર દિવસ વાતાવરણ સ્થિર રહેવાની શક્યતા

ગુજરાતના તાપમાનમાં સતત ચડાવ-ઉતાર:લધુતમ તપામાનમાં વધારો થતાં ગરમી પડશે, ચાર દિવસ વાતાવરણ સ્થિર રહેવાની શક્યતા
Email :

ગુજરાત રાજ્યમાં વાતાવરણ છેલ્લે કેટલાક દિવસોથી અસ્થિર બની રહ્યું છે. ત્યારે ક્યારેક અચાનક જ 4થી 6 ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો ક્યારેક બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થાય છે. 48 કલાક દરમિયાન તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં એકાએક ઘટાડો આવ્યા બાદ ધીરે ધીરે ગુજરાત રાજ્યના મોટાભાગના

જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. તેની સાથે જ સમુદ્ર તરફ પવનની ગતિ વધી જતા ઠંડા પવનનો પણ ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગો ઉપરથી ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. જેને કારણે ઠંડા પવનનો અનુભવ થશે અને આગામી 48 કલાક દરમિયાન

હજુ પણ તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. ચાર દિવસ દરમિયાન વાતાવરણ સ્થિર રહેવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દિવસ અગાઉ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ આગાહી મુજબ ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ

શકે છે. ત્યારબાદ ચાર દિવસ દરમિયાન વાતાવરણ સ્થિર રહેવાની શક્યતાઓ હાલમાં જાણી રહી છે. આ ઉપરાંત આગામી સાત દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે તથા આગામી 24થી 36 કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતા ઠંડા પવનો અનુભવાઈ રહ્યાં છે. ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ઝડપ આજે સવારથી જ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની છે. ખાસ કરીને

અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ઠંડા પવનથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જો કે આગામી 48 કલાક દરમિયાન હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો

છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં પણ મુખ્યત્વે તાપમાનમાં વધારો નોંધાયો હતો. ફક્ત રાજકોટમાં લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 10.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Related Post