સોહેલે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું એ પીડિતાની પીડા: કહ્યું- 2 માસમાં જ હેવાનિયત, દારૂ પીવડાવી ડામ આપતો, પરિવારને મારી નાખવાની ધમકી આપતો, આ જાત પર વિશ્વાસ ન કરતા

સોહેલે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું એ પીડિતાની પીડા:કહ્યું- 2 માસમાં જ હેવાનિયત, દારૂ પીવડાવી ડામ આપતો, પરિવારને મારી નાખવાની ધમકી આપતો, આ જાત પર વિશ્વાસ ન કરતા
Email :

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા સોહેલ પઠાણે 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દોઢ વર્ષ સુધી તેના ઘરે રાખીને દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે સગીરાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો. સોહેલની હેવાનિયત અને ત્રાસથી કંટાળીને છેવટે સગીરાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સોહેલ પઠાણ સામે 19 મે, 2025ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પહેલી વાર દુષ્કર્મ સમયે પીડિતાની ઉંમર 17 વર્ષ હતી, આજે(23 મે) તેની ઉંમર 19 વર્ષ છે. જો કે તે સમયે તે સગીર હોવાથી પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં પીડિતાએ પોતાની વેદના જણાવતા કહ્યું કે, હું ઘરની બહાર નીકળું તો હાથ

પગ તોડી નાખવાની ધમકી આપતો. એ મને નશો કરીને બાંધીને મારતો હતો અને મને પણ જબરદસ્તી દારૂ પીવડાવતો હતો. સિગારેટના ડામ પણ આપતો હતો. મારી સાથે જબરદસ્તી પણ કરતો હતો. મારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપતો. મારે તમામને એટલું જ કહેવું છે કે, આ જાત ઉપર વિશ્વાસ ન કરતા. ‘રિક્ષાની રાહમાં હતી તે સમયે સોહેલ સાથે મુલાકાત થઈ હતી’ દુષ્કર્મ પીડિતા નમ્રતા (નામ બદલ્યું છે) એ ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સોહેલ નાઝીમખાન પઠાણને બે વર્ષ પહેલા પહેલીવાર કમલાનગર તળાવ પાસે મળી હતી. તે વખતે મારી ઉંમર 17 વર્ષ હતી. એ વખતે હું રિક્ષાની રાહ જોઈને ઉભી

હતી, એ સમયે એ રિક્ષા લઈને આવ્યો હતો અને મને પૂછ્યું હતું કે ક્યાં જવું છે? જેથી મેં કહ્યું કે, મારે માંડવી જવું છે. ત્યારબાદ રિક્ષામાં બેઠી હતી અને મારી પાસે છુટા રૂપિયા નહોતા, જેથી તેને મને કહ્યું હતું કે તમે મને તમારો કોન્ટેક્ટ નંબર આપો નહીં તો મારો કોન્ટેક નંબર તમે લઈ લો, પછી તમે મને પૈસા આપી દેજો. હું તમને તમારા ઘરે પણ ઉતારી દઈશ. ‘બે-ત્રણ મહિના પછી તેણે પોતાની હેવાનિયત શરૂ કરી’ તે મને ઘરે ઉતારીને નીકળી ગયો હતો. મેં તેને મારો મોબાઇલ નંબર આપ્યો હતો. ત્યારબાદ તેનો એક દિવસ અચાનક મેસેજ આવ્યો હતો. પછી મેં તને રિપ્લાય

આપ્યો હતો અને અમે ફ્રેન્ડલી વાતો કરતા હતા. એક-બે વખત મળ્યા હતા અને પછી અમે પ્રેમ સંબંધમાં બંધાયા હતા. ત્યારબાદ તે મને તેના ઘરે લઈ ગયો હતો. શરૂઆતના તેણે મને ખૂબ સારી રીતે રાખી હતી, પરંતુ બે-ત્રણ મહિના પછી તેણે પોતાની હેવાનિયત શરૂ કરી દીધી હતી. તે મને માર મારતો હતો અને મારા પરિવાર સાથે વાત કરવા દેતો નહોતો. મને મારા ઘરે પણ જવા દેતો નહોતો. ‘ધર્મ પરિવર્તન માટે મને ખૂબ જ ટોર્ચર કરતો’ હું ઘરની બહાર નીકળું તો મારી પર શક કરતો હતો. હું મારા ઘરે જવાની વાત કરું તો મને મારતો હતો અને કહેતો હતો કે, આ ઘરની બહાર નીકળીશ

તો તારા હાથ પગ તોડી નાખીશ. એ મને બાંધીને મારતો હતો અને નશો કરીને પણ મારતો હતો. એ મને સિગારેટના ડામ આપતો હતો અને લાકડાથી મારતો હતો. એ મને કહેતો હતો કે, તું મારો ઇસ્લામ ધર્મ કબૂલ કર. જેથી મેં કહ્યું હતું કે, તારા ધર્મનું તું જો, મારા ધર્મનું હું જોઈશ. તે ધર્મ પરિવર્તન માટે મને ખૂબ જ ટોર્ચર કરતો હતો. અને મને ધમકી આપતો હતો કે, તારી મમ્મી, નાની અને ભાઈને મારી નાખીશ. તે મારી નાની અને મારી મમ્મીના ઘરે જઈને ઝઘડા કરતો હતો. ‘પરિવારને કંઈ ન થાય તેના માટે હું સાથે જતી રહી હતી’ એ પોતે નશો કરતો હતો અને

મને પણ જબરદસ્તી દારૂનો નશો કરાવતો હતો. તેના બધા મિત્રોને ઘરમાં બોલાવીને પણ નશો કરતો હતો. તે મને લગ્નના વાયદાઓ કરતો હતો, પરંતુ મારી સાથે લગ્ન કરતો નહોતો. તેણે મારી સાથે દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. હું ના પાડું તેમ છતાં તે મારી સાથે જબરજસ્તી કરતો હતો. એક દિવસ હું મારી નાનીના ઘરે ગઈ હતી, જેથી તે અને તેના મિત્રો આવીને મને ધમકાવવા લાગ્યા હતા અને સોહેલે મારી નાનીને રિક્ષાથી ટક્કર મારી દેવાની ધમકી આપી હતી. મારા પરિવારને કંઈ થાય નહીં તે માટે હું તેની સાથે જતી રહી હતી. એ રાત્રે તેણે નશો કરીને મને ખૂબ મારી હતી

અને મને જબરજસ્તી દારૂનો નશો કરાવ્યો હતો. તે ચરસ, ગાંજો, સીરપ અને નશાની ગોળીઓ ખાતો હતો. ‘હિન્દુ છોકરીઓને કહેવું છે કે, તમે ફસાશો નહીં’ હું તેની સાથે બે વર્ષ રહી હતી, પછી મને લાગ્યો કે તે મારે લાયક નથી, જેથી મેં તેને છોડી દીધો હતો. હું મારી નાનીના ઘરે જતી રહી હતી. ત્યારબાદ હરીશ અંકલના સપોર્ટથી મેં કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મારી માંગણી છે કે એને સજા થવી જોઈએ, જેથી કરીને એણે મારી સાથે જે કર્યું છે, એ બીજી કોઈ છોકરી સાથે ન કરે. મારે બીજી હિન્દુ છોકરીઓને કહેવું છે કે, આવા છોકરાના લફડાઓમાં ફસાશો નહીં, એ

થોડા દિવસ તમને સારું લાગશે, પછી તમારી ઉપર જુલમ ગુજારશે. એ લોકોની જાળમાં તમે ફસાશો નહીં. મારી ઉપર સોહેલે જે જુલમ ગુજાર્યો છે, તે હું કંઈ કહી શકતી નથી કે, સહન કરી શકતી નહોતી. પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને 2023માં સોહેલ નાજીમખાન પઠાણ (ઉં.22)એ પ્રેમજાળમાં ફસાવી હતી. વડોદરાના આજવા રોડ પર આવેલ ઉનરદીપનગર સોસાયટીમાં આરોપી સોહેલ નાજીમખાન પઠાણે સગીરાને દોઢ તેની સાથે ઘરમાં રાખી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. જોકે આરોપીએ સગીરા સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. આરોપીએ સગીરાને ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કર્યું હતું અને સિગારેટના ડામ પણ આપ્યા હતા. જેથી સગીરા

કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગઈ હતી અને આરોપી સાહેલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી સાહેલ પઠાણ રિક્ષા ચલાવે છે અને યુવતીની ઉંમર હાલ 19 વર્ષ છે. તેના પિતાના મૃત્યુ બાદ તે તેના નાનીના ઘરે રહે છે. પીડિતાને ધમકાવનાર બે યુવકની પણ ધરપકડ આ ઉપરાંત મુખ્ય આરોપી સાથે મળીને પીડિતાને ફરીથી ઘરે આવવા માટે દબાણ કરનાર આરોપી મોહંમદ ફઇમ ઓરેફીનવાલા (રહે.અહેમદ પાર્ક સોસાયટી, આજવા રોડ, વડોદરા) અને જુનેદ મલેક (રહે. સ્ટાર એવન્યુ, મધુનગર, ગોરવા, વડોદરા) સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ બાદ ત્રણેય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post