સમાજને એકઠો કરવા પ્રયાસ: પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 8 ટીમોએ ભાગ લીધો

સમાજને એકઠો કરવા પ્રયાસ:પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 8 ટીમોએ ભાગ લીધો
Email :

પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા નજીક અણખોલ ગામ ખાતેના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં વડોદરા સહિત રાજ્યની આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મેચ જોવા માટે આવી પહોંચ્યા હતા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટને ઉત્સવમાં ફેરવી નાખ્યો

હતો. છેલ્લા બે વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રજાપતિ અજમેરી યુવા સંગઠનના અગ્રણી કનુભાઈ મારુએ જણાવ્યું હતું કે, સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષ કરતા પણ આ વર્ષે ભવ્ય રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે અન્ય રમત ગમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો મુખ્ય

હેતુ સમાજના લોકો એક સાથે ભેગા થાય અને સમાજના વિકાસલક્ષી ચર્ચા વિચારણા કરે તેવો છે. આજે આ ટુર્નામેન્ટ માત્ર ટુર્નામેન્ટ ન રહેતા એક ઉત્સવમાં ફેરવાઈ ગયો હતો‌. સવારથી શરૂ થયેલી ટુર્નામેન્ટ મોડી રાત સુધી ચાલી સમાજના અગ્રણી જયેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 9 ફેબ્રુઆરીના રોજ વડોદરા નજીક અણખોલ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા સહિત રાજ્યના સુરત, અમદાવાદ, ભરૂચ, આણંદ સહિતના શહેરોમાં વસતા સમાજના યુવા ખેલાડીઓ દ્વારા ક્રિકેટ ટીમ બનાવીને ભાગ લેવામાં આવ્યો હતો. સવારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ મોડી રાત સુધી ચાલી હતી. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના લોકોને

એકત્ર કરવાનો સમાજના અગ્રણી રાજ અજમેરી અને મહિલા સંગઠનના અગ્રણી શિલ્પા અજમેરીએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના લોકો એકત્ર થાય તે માટેનો છે. આવનાર સમયમાં સમૂહ લગ્ન જેવા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમનું પણ આયોજન કરવાનું વિચારાઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે સમાજના દલસુખભાઇ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ દ્વારા મદદ કરવામાં આવી છે અને સંગઠનને પ્રોત્સાહન

પૂરું પાડવામાં આવ્યું છે. પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ કેચર, બેસ્ટમેન બેસ્ટમેન, બેસ્ટ ફિલ્ડરને પણ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આગામી વર્ષોમાં સંગઠન દ્વારા આ વર્ષ કરતાં પણ વધુ સારી રીતે આયોજન કરવાની વિચારણા છે. આ આયોજનમા સમાજની મહિલાઓ દ્વારા પણ ભારે ઉત્સાહ સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું.

Related Post