ટ્રમ્પ સાઉદી અરબની મુલાકાતે: એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ સલમાને ટ્રમ્પનું સ્વાગત કર્યુ, અમેરિકાના રાષ્ટ્રપતિને કોફી પીવડાવી

ટ્રમ્પ સાઉદી અરબની મુલાકાતે:એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ સલમાને ટ્રમ્પનું સ્વાગત કર્યુ, અમેરિકાના રાષ્ટ્રપતિને કોફી પીવડાવી
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિડલ ઈસ્ટ પ્રવાસના પહેલા દિવસે સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. આ દરમિયાન, સાઉદી વાયુસેનાએ તેમને એરસ્પેસમાં એસ્કોર્ટ કર્યા. એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પનું સ્વાગત કર્યું. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિને પરંપરાગત સાઉદી કોફી પીવડાવામાં આવી હતી. બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પની આ પહેલી વિદેશ મુલાકાત છે. આ પહેલા, તેઓ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે 26 એપ્રિલે વેટિકન ગયા હતા. ટ્રમ્પ આવતીકાલે એટલે કે 14 મેના રોજ ગલ્ફ નેતાઓના શિખર સંમેલનમાં હાજરી આપશે અને પછી કતાર જશે. ટ્રમ્પ તેમના પ્રવાસના છેલ્લા દિવસે 15 મેના

રોજ UAE પહોંચશે. ટ્રમ્પની સાઉદી મુલાકાતના 6 ફોટા.... ટ્રમ્પે 2017માં સાઉદીની મુલાકાત કરીને પરંપરા તોડી હતી અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા પછી કેનેડા-મેક્સિકો કે યુરોપિયન દેશની મુલાકાત લેવાની પરંપરા છે. બરાક ઓબામાએ તેમના પહેલા વિદેશ પ્રવાસમાં કેનેડાની મુલાકાત લીધી. તેમના પહેલા, જ્યોર્જ ડબલ્યુ. બુશે તેમની પહેલી વિદેશ યાત્રામાં મેક્સિકોની મુલાકાત લીધી હતી. ટ્રમ્પે 2017માં રાષ્ટ્રપતિ બન્યા પછી સૌપ્રથમ સાઉદી અરેબિયા પહોંચીને આ પરંપરા તોડી હતી. અગાઉના રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની પહેલી મુલાકાતમાં બ્રિટનની મુલાકાતે ગયા હતા. બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે પહેલી વાર MBSને ફોન કર્યો હતો બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી,

ટ્રમ્પે સૌપ્રથમ સાઉદી પ્રિન્સ સલમાનને ફોન કર્યો. શપથ ગ્રહણના થોડા દિવસો પછી, મીડિયા દ્વારા ટ્રમ્પને તેમના પહેલા વિદેશ પ્રવાસ વિશે સવાલ કરવામાં આવ્યા. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ પહેલા તે દેશની મુલાકાત લેશે જે અમેરિકામાં સૌથી વધુ રોકાણ કરે છે. આ પછી, સાઉદી સરકારે એક નિવેદન આપીને કહ્યું કે તેમનો દેશ આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 600 અબજ ડોલર (રૂ. 50 લાખ કરોડ)નું રોકાણ કરવા તૈયાર છે. જોકે, ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેને વધારીને 1 ટ્રિલિયન ડોલર સુધી જોવા માંગે છે, જેમાં વધુ યુએસ લશ્કરી સાધનોની ખરીદીનો પણ સમાવેશ થાય

છે. સાઉદી અરેબના સોવરેન વેલ્થ ફંડ અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) પાસે 925 અબજ ડોલરનું જંગી ભંડોળ છે. સાઉદી આ દ્વારા અમેરિકામાં પહેલાથી જ ઘણા રોકાણ કરી ચૂક્યું છે. તેમજ, UAE એ આગામી 10 વર્ષમાં અમેરિકાના AI, સેમિકન્ડક્ટર, ઊર્જા અને માળખાગત ક્ષેત્રોમાં 1.4 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ટ્રમ્પના સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો છે ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન સાઉદી અરેબિયા સહિત ગલ્ફ દેશો સાથે વધુ સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. ટ્રમ્પના પદ છોડ્યા પછી પણ, સાઉદી અરેબિયાએ ટ્રમ્પના જમાઈ અને ભૂતપૂર્વ સહાયક જેરેડ કુશનરની એક કંપનીમાં 2

અબજ ડોલર (રૂ. 17 હજાર કરોડ)નું રોકાણ કર્યું. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કુશનરે જમાલ ખાશોગીની હત્યા બાદ સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો પરના તણાવને નિયંત્રિત કરવામાં મદદ કરી હતી. ટ્રમ્પ એવા સમયે સાઉદી અરેબિયાની મુલાકાત લઈ રહ્યા છે જ્યારે તેમના ટેરિફના કારણે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકાના આર્થિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ ઘટાડો છે. ટ્રમ્પ ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સુધારવા માંગે છે ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ

કર્યો હતો. ટ્રમ્પ ઇચ્છે છે કે સાઉદી અરેબિયા ઇઝરાયલને માન્યતા આપે. સાઉદી અરેબિયા કહે છે કે પેલેસ્ટાઇન પહેલા પૂર્વ જેરુસલેમ સાથે એક અલગ દેશ બનવું જોઈએ અને તેમની વચ્ચેની સરહદો 1967 પહેલા જેવી જ હોવી જોઈએ. બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ, ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે સાઉદી અરેબિયા અબ્રાહમ કરારનું પાલન કરશે. આ કરાર હેઠળ, સાઉદી અરેબિયા ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપશે. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ અને ઘણા ઇસ્લામિક દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો કર્યો હતો. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બહેરીન, યુએઈ, મોરોક્કો અને સુદાનએ ઇઝરાયલ સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા.

Leave a Reply

Related Post