કાંધલ જાડેજાના કાકી હીરલબા સામે સાયબર ફ્રોડનો ગુનો દાખલ: 4 રાજ્યોમાં 3.96 કરોડનું કૌભાંડ આચર્યું, હિરલબા મુખ્ય આરોપી સહિત 6 સામે FIR

કાંધલ જાડેજાના કાકી હીરલબા સામે સાયબર ફ્રોડનો ગુનો દાખલ:4 રાજ્યોમાં 3.96 કરોડનું કૌભાંડ આચર્યું, હિરલબા મુખ્ય આરોપી સહિત 6 સામે FIR
Email :

પોરબંદર પોલીસે દેશવ્યાપી સાયબર ક્રાઇમના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. હિરલબા જાડેજાએ અને તેના સાગરીતોએ સાથે મળીને 4 રાજ્યોમાં 3.96 કરોડનું કૌભાંડ આચર્રીને લોકોને ઠગ્યા છે. પોરબંદર પોલીસ સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરીને આગળીની કાર્યવાહી હાથ ધરી છે. હીરલબા સામે વધુ એક ગુનો દાખલ પોરબંદર પોલીસે ધારાસભ્ય કાંધલ જાડેજા કાકી

હીરલબા સામે વધુ એક ગુનો દાખલ કરતા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોરબંદરના હિરલબા જાડેજાને મુખ્ય ભેજાબાજ ગણાવી 2024થી શરૂ થયેલ સાઇબર ફ્રોડમાં આજદિન સુધીમાં લગભગ 3.96 કરોડનું સૌથી મોટું કૌભાંડ કરેલ હોવાની માહિતી જિલ્લા પોલીસ વડા ભીરથસિંહ જાડેજાએ આપી હતી. હિરલબા જાડેજા હાલ ખંડળી, અપહરણ કેસમાં જેલમાં છે પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા

જાડેજા ચર્ચામાં છે, ખંડળી, અપહરણ અને પઠાણી ઉઘરાણીના કેસમાં હાલ હિરલબા જાડેજા અને તેના બે સાગરીત હાલ જેલમાં છે. ત્યાં ગઇકાલે પોરબંદર પોલીસે હિરલબા સહિત 6 શખ્સો સામે સાઇબર ક્રાઈમ હેઠળ વધુ એક ગુન્હો નોંધેલ છે. હિરલબા અને તેના સાગરીતો, હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

છે. સાઇબર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે પી.એસ.આઈ વી આર ચાવડા એ ફરિયાદ નોંધાવેલ છે. પોરબંદરના એક જ સરનામા પર કુલ 10 એકાઉન્ટથી કૌભાંડ સામે આવ્યું પોરબંદર જિલ્લા પોલીસ વડા ભીરથસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, 2024થી શરૂ થયેલા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 3.96 કરોડની છેતરપિંડી થઈ છે. પોરબંદર પોલીસ સાયબર ફ્રોડના કેસમાં તપાસમાં હતી, ત્યારે સરકારની ઓફિશિયલ પોર્ટલમાં સમન્વયમાં ચેક કરતા પોરબંદરના

14 ખાતા શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરી હતી. બેન્કોમાં એકાઉન્ટ તપાસ હાથ ધરતા પોરબંદરના એક જ સરનામે પર કુલ 10 એકાઉન્ટ ખુલેલા જેમાં 5 એકાઉન્ટમાં કુલ 35.70 લાખ જેવી રકમની માહિતી સામે આવી છે. ડીઝીટલ હેરેસ્ટના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાંથી 3.96 કરોડની છેતરપિંડી ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં ઓનલાઇન લોકોને છેતરતા તે સિવાય ડીઝીટલ હેરેસ્ટના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ

મળી 3.96 કરોડની સાઇબર ફ્રોડ થયેલ છે. ગુજરાત, કર્ણાટક, યુ.પી. અને તામિલનાડુમાં 7 અલગ-અલગ ફરિયાદ જેતે રાજ્યની પોલીસને મળી છે. ભેજાબાજો પહેલા ઓનલાઇન લોકોને અલગ અલગ રીતે છેતરી પૈસા પડવાતા બાદ છેતરપિંડી આચરેલા પૈસા પોરબંદર મોકલવામાં આવતા હતા. જેમા હીરલબાએ પોતાના માણસો અને અન્ય નાના પરિવારોને બોલાવી બેંક એકાઉન્ટ ખોલ્યા અને તેનો ગેરઉપયોંગ કરી સાયરબર ફ્રોડની રકમ મેળવવામાં આવતી હતી.

Leave a Reply

Related Post