'પપ્પા, સાહેબ શાળામાં ખોટું કામ કરે છે': ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે બે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, પિતાએ રેકી કરી રંગેહાથ ઝડપ્યો

'પપ્પા, સાહેબ શાળામાં ખોટું કામ કરે છે':ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે બે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, પિતાએ રેકી કરી રંગેહાથ ઝડપ્યો
Email :

અમરેલી જિલ્લામાં શિક્ષણજગતને કલંકિત કરનારી ઘટના સામે આવી છે, જ્યાં નરાધમ શિક્ષકે ધોરણ-4માં અભ્યાસ કરતી નવ વર્ષની બે બાળકીને હવસનો શિકાર બનાવી છે. વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતાં દીકરીના પિતાએ શાળામાં છુપાઇને અડપલાં કરતા શિક્ષકને રંગેહાથ ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓને ઉધરસની

દવાના બહાને દારૂ પિવડાવતો હતો. દીકરીએ ઘરે વાત કરતાં પિતાએ રેકી કરી અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ-4માં ભણતી નવ વર્ષની બે બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી હતી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઇને રેકી

કરી હતી. અડપલાં કરતા શિક્ષકને રંગેહાથ ઝડપ્યો આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબઠિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલાં કરતાં રંગેહાથ ઝડપી લીધો હતો અને તરત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂલર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઇને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓ

પણ રોષે ભરાયા છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. નરાધમ દવાના બહાને દારૂ પિવડાવતો આ ઘટના અંગે ભોગ બનનારી દીકરીના પિતાએ જણાવ્યું હતું કે મહેન્દ્ર કાબઠિયા મારી દીકરી સાથે ખરાબ કામ કરતો હોવાની વાત દીકરીએ ઘરે કરી હતી. જેથી બીજા દિવસે હું શાળાએ ગયો હતો અને સંતાઇ ગયો હતો. આ બાદ શાળાની

ઓફિસમાં મારી દીકરી સાથે અડપલાં કરતા શિક્ષકને મેં રંગેહાથ ઝડપ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી. આ નરાધમ ઉધરસની દવાના બહાને દીકરીઓને દારૂ પીવડાવી આવું કૃત્ય કરતો હતો. આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માગ છે. પોલીસે આરોપીને ઝડપી આગળની તપાસ હાથ ધરી આ અંગે ઇન્ચાર્જ એસ.પી. ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકા પોલીસ

સ્ટેશન વિસ્તારમાં શિક્ષક મહેન્દ્ર કાબઠિયા ધોરણ-4માં અભ્યાસ કરતી બે બાળકી સાથે ઘણા સમયથી શારીરિક અડપલાં અને દુષ્કર્મ આચરતો હતો. એ બાબતે ભોગ બનનારે ઘરે વાત કરતાં એના પિતાએ સંતાઇને રેકી કરીને શાળાની ઓફિસમાં દીકરી સાથે અડપલાં કરતા શિક્ષકને ઝડપી લીધો હતો. એ બાદ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને આગળની તપાસ ચાલુ છે.

Related Post