રિતેશ દેશમુખની ફિલ્મના ડાન્સરનું મોત: 'રાજા શિવાજી'ના સેટ પર કામ કરતો હતો ડાન્સર; નદીમાં નહાવા ગયા બાદ બે દિવસે મૃતદેહ મળ્યો

રિતેશ દેશમુખની ફિલ્મના ડાન્સરનું મોત:'રાજા શિવાજી'ના સેટ પર કામ કરતો હતો ડાન્સર; નદીમાં નહાવા ગયા બાદ બે દિવસે મૃતદેહ મળ્યો
Email :

રિતેશ દેશમુખની મરાઠી અને હિન્દી ફિલ્મ 'રાજા શિવાજી'ના સેટ પર એક દુ:ખદ અકસ્માત થયો છે. કોરિયોગ્રાફી ટીમના 26 વર્ષીય ડાન્સરના સૌરભ શર્માનું અવસાન થયું છે. સૌરભ બે દિવસ પહેલા સતારામાં ગુમ થયો હતો, ત્યારબાદ 24 એપ્રિલની સવારે પોલીસને તેનો મૃતદેહ મળ્યો. આ અકસ્માત બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 22 એપ્રિલના રોજ બની હતી. આ ગીતનું શૂટિંગ સતારા જિલ્લાના કૃષ્ણા નદી પાસેના સંગમ મહુલી

ગામમાં થઈ રહ્યું હતું. ગીતમાં ડાન્સરોનું કામ રંગ ઉડાડવાનું હતું. શૂટિંગ પૂરું થયા પછી, સૌરભ નદીમાં નહાવા ગયો. સ્નાન કરતી વખતે તે નદીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ટીમ જ્યારે સૌરભને શોધી શકી નહીં તો પોલીસને જાણ કરવામાં આવી હતી. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શોધખોળ શરૂ કરી હતી. જોકે, સાંજનો સમય હતો તેથી અંધારું થતાં જ શોધખોળ બંધ કરી દેવામાં આવી. બીજા દિવસે ફરી સૌરભની શોધ શરૂ થઈ

પરંતુ બચાવ ટીમને કોઈ સફળતા મળી નહીં. ગુરુવારે, એટલે કે 24 એપ્રિલના રોજ, પોલીસને સૌરભનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં રિતેશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિતેશ પોતે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી અને મરાઠીમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિતેશની પત્ની જેનેલિયા દેશમુખ અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી રહી છે.

Leave a Reply

Related Post