સુરત મનપાના આરોગ્ય કેન્દ્રોની કામીગીરી પેપરલેસ બનશે: દર્દીના કેસ કઢાવવાથી લઈ દવા લેવા સુધીના કામ એક કાર્ડથી પતી જશે, યુનિક હેલ્થ IDથી દર્દીના આરોગ્યની માહિતી ટ્રેક કરી શકાશે

સુરત મનપાના આરોગ્ય કેન્દ્રોની કામીગીરી પેપરલેસ બનશે:દર્દીના કેસ કઢાવવાથી લઈ દવા લેવા સુધીના કામ એક કાર્ડથી પતી જશે, યુનિક હેલ્થ IDથી દર્દીના આરોગ્યની માહિતી ટ્રેક કરી શકાશે
Email :

સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવાનું લક્ષ્ય ધરાવતા, શહેરના વિવિધ શહેરી આરોગ્ય કેન્દ્રો અને સ્મીમેર તથા મસ્કતી હોસ્પિટલ ખાતે ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગ થકી આરોગ્ય સેવાઓને વધુ ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે, તેમજ તમામ તબીબી માહિતીનો ડિજિટલ ફોર્મેટમાં ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. પેપરલેસ વર્ક તરફ વધુ એક પ્રોજેક્ટ સુરત મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની આ પ્રથમ મહાનગરપાલિકા હશે જે તમામ પ્રકારની

કામગીરી પેપરલેસ કરશે. પેપરલેસ કામગીરીના કારણે દર્દીઓને સરળતાથી સારી અને ઝડપી સારવાર ઉપલબ્ધ થવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇ-હેલ્થ કાર્ડ અને યુનિક હેલ્થ UHID આપવામાં આવશે સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરોમાં જ્યારે પણ કોઈ દર્દી પોતાની સારવાર માટે જશે ત્યારે તેને પ્રથમ વખત કેસ કઢાવતી વખતે એક કાર્ડ આપવામાં આવશે અને યુનિક નંબર પણ આપવામાં આવશે. જેને લેમિનેશન કરીને કેસ પેપર કાઢ્યા બાદ દર્દીને આપવામાં આવશે.

કેસ કાઉન્ટર પરથી જનરેટ થયેલો નવું ઈ કાર્ડ લઈને જે તે વિભાગની અંદર પોતાની સારવાર કરવા માટે ડોક્ટર પાસે જ્યારે દર્દી જશે ત્યારે એ નંબરના આધારે ડોક્ટર દ્વારા તેને તપાસવામાં આવશે અને તેને આપવામા આવતી તમામ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ ઓનલાઇન ડિજિટલ જ રેકોર્ડ ઉપર લેવામાં આવશે. ત્યારબાદ દર્દી અંગેની તમામ વિગતો પણ ડોક્ટર દ્વારા ડિજિટલ લાયઝેશનના માધ્યમથી જ કોમ્પ્યુટરમાં લખી લેવામાં આવશે. ડોક્ટરની તપાસ કર્યા બાદ દવા માટે જે

તે વિભાગમાં જશે ત્યાં યુનિક નંબર બતાવવાનો રહેશે અને તે મુજબ જ દર્દીને કોમ્પ્યુટર ઉપરથી સ્ટોરના કર્મચારીઓ જોઈને દવા આપી દેશે. આ સિસ્ટમનો અમલ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલ, મસ્કતી હોસ્પિટલ અને વિવિધ અર્બન હેલ્થ સેન્ટરોમાં કરવામાં આવ્યો છે.હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS) હેઠળ અમલમાં મુકવામાં આવ્યો છે. વિવિધ આઈ.ટી. સોલ્યુશનમાં નીચે દર્શાવેલ પ્રમુખ સોલ્યુશન કમ્પોનેન્ટનો સમાવેશ થાય છે. (HMIS)ના મુખ્ય લાભો: પેપરલેસ કામગીરી થશે આરોગ્ય અધિકારી ફેનીલ

પટેલે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ સહિત અર્બન હેલ્થ સેન્ટર ઉપર આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને ખૂબ મોટી રાહત થશે દર્દીના કેસ કાઉન્ટરથી લઈને તમામ કામગીરી પેપરલેસ કરવામાં આવશે. દર્દીની આખી મેડિકલ હિસ્ટ્રી એક જ જગ્યા ઉપર થી મેળવી શકાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં સારવાર લેનાર તમામ દર્દીની મેડિકલ હિસ્ટ્રી તેને આપવામાં આવેલી દવા અને સારવાર અંગેની પણ તમામ માહિતી ડિજિટલાઝ કરી

દેવામાં આવશે. એકવાર દર્દી કેસ કઢાવી લેશે ત્યારબાદ એક એ કાર્ડ અને યુનિક નંબર જનરેટ થઈ જશે ત્યારબાદ તેણે કેસ પેપર લાવવાનો રહેશે નહીં માત્ર એક કાર્ડ બતાવીને અથવા તો યુનિક નંબર આપીને જે તે વિભાગમાં પોતાની સારવાર માટે કેસ કાઉન્ટર પરથી રજીસ્ટર કરાવ્યા બાદ જઈ શકશે. એટલું જ નહીં પરંતુ જ્યારે તે દવા લેવા જશે ત્યારે પણ સીધો રેકોર્ડ દવા આપનાર સ્ટોર રૂમમાં હશે ત્યાંથી દર્દીને મળી જશે.

Leave a Reply

Related Post