સલમાન ખાનની બહેન અને ભાભીને ડેટ કર્યાં!: માતાપિતાના છૂટાછેડાથી અર્જુન કપૂર ડિપ્રેશનમાં સરી પડ્યો, સાવકી મા શ્રીદેવીને ક્યારેય ન અપનાવી

સલમાન ખાનની બહેન અને ભાભીને ડેટ કર્યાં!:માતાપિતાના છૂટાછેડાથી અર્જુન કપૂર ડિપ્રેશનમાં સરી પડ્યો, સાવકી મા શ્રીદેવીને ક્યારેય ન અપનાવી
Email :

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર આજે 40 વર્ષનો થયો છે. અર્જુન એવા પરિવારમાંથી આવે છે, જેમની હિન્દી સિનેમામાં એક અલગ જ ઓળખ છે. પરંતુ અર્જુનનું જીવન બહારથી જેટલું ચમકદાર દેખાય છે, અંદરથી તેટલું જ તડકાં-છાયડાંથી ભરેલું રહ્યું છે. વર્ષ 1996માં માતા-પિતાના છૂટાછેડાની સૌથી વધુ અસર અર્જુન પર પડી અને તે ડિપ્રેશનનો શિકાર બન્યો. વળી, જ્યારે બોની કપૂરે શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા, ત્યારે તેના પિતા સાથેના સંબંધો પણ બગડવા લાગ્યા. માત્ર શ્રીદેવી જ નહીં, અર્જુનનો પોતાની બંને સાવકી બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે પણ કોઈ ખાસ સંબંધ નહોતો. જોકે, શ્રીદેવીનું અચાનક નિધન થયું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. અર્જુને પોતાના બધા મનદુઃખ ભૂલીને એક મોટા ભાઈની ફરજ નિભાવી. આ ઉપરાંત, અર્જુનની લવ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહી છે. તેણે સલમાન ખાનની બહેન અને ભાભી, બંનેને ડેટ કર્યા છે. પિતાની શ્રીદેવીને પરણવાની જીદને કારણે અર્જુન ડિપ્રેશનમાં સરી પડ્યો અર્જુન કપૂરના અંગત જીવનમાં ઘણી ચડતી-પડતી આવી છે. પ્રોડ્યૂસર બોની કપૂરે 1983માં મોના શૌરી સાથે લગ્ન કર્યા. બંનેના ઘરે અર્જુન અને અંશુલાનો જન્મ થયો. અર્જુન માત્ર 10 વર્ષનો હતો, ત્યારે તેણે પોતાના માતા-પિતાને અલગ

થતાં જોયા. હકિકતમાં બોની કપૂર એક્ટ્રેસ શ્રીદેવી સાથે લગ્ન કરવા માંગતા હતા. તેમણે પહેલી પત્ની મોનાને સ્પષ્ટ કહી દીધું હતું કે, તે શ્રીદેવી વિના રહી નહીં શકે. આ જ કારણે 1996માં મોના અને બોનીના છૂટાછેડા થયાં અને તે જ વર્ષે બોનીએ શ્રીદેવી સાથે બીજા લગ્ન કર્યા. પોતાના માતા-પિતાના છૂટાછેડાની અર્જુન પર ઊંડી અસર પડી. તેનો પ્રભાવ ન માત્ર તેના અભ્યાસ પર પડ્યો, પણ તે માનસિક રીતે પણ પરેશાન રહેવા લાગ્યો. રાજ શમાની સાથેના એક એક ઇન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે આ વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું, 'જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા માતા-પિતાના છૂટાછેડા થયા. તે સમયે મને એવું નહોતું લાગતું કે આની મને આટલી ઊંડાણપુર્વક અસર પડશે અથવા મારા જીવનની દિશા બદલી નાખશે, કારણ કે તે વખતે હું બસ તે પળને જીવી રહ્યો હતો. પણ હવે જ્યારે પાછળ ફરીને જોઉં છું, ત્યારે ઘણી બધી વાતો સમજાય છે. અર્જુને આગળ કહ્યું, 'તે સમયે પપ્પા 'પ્રેમ' અને 'રૂપ કી રાની ચોરોં કા રાજા' જેવી બે મોટી ફિલ્મો પર કામ કરી રહ્યા હતા. તેમના પર આ ફિલ્મો પૂરી કરવા અને રિલીઝ કરવાનું

ઘણું દબાણ હતું. આ જ કારણોસર અમારા બંને વચ્ચે ક્યારેય એ સામાન્ય બાપ-દીકરા જેવો સંબંધ બની ન શક્યો, જે સામાન્ય રીતે હોય છે, જ્યાં પિતા સ્કૂલે મૂકવા આવે કે લેવા જાય. એવું નથી કે તેમણે પ્રયાસ નહોતા કર્યા પરંતુ એ સંબંધ ક્યારેય બની જ ન શક્યો અને પછી સમયની સાથે અંતર વધતું ગયું. હવે જ્યારે હું તે સમયને યાદ કરું છું, ત્યારે તે સમય મને ખૂબ જ ટ્રોમેટિક (માનસિક આઘાતજનક) લાગે છે.' વજન 150 કિલોએ પહોંચી ગયું અને અસ્થમાનો પણ ભોગ બન્યો અર્જુને જીવનના સંઘર્ષો વિશે વાત કરતા જણાવ્યું કે, 'પેરેન્ટ્સના છૂટાછેડા સમયે મને ઇમોશનલ આઘાત લાગ્યો હતો, જેથી મેં ખાવાનો આનંદ માણવાનું શરૂ કરી દીધું. તે સમયે ભારતમાં ફાસ્ટ ફૂડનું કલ્ચર શરૂ જ થયું હતું, એટલે હું દબાવીને ખાવા લાગ્યો. તે સમયે પોતાને રોકી શકવો મુશ્કેલ હતો, કારણ કે એક હદ પછી તમને કોઈ રોકવાવાળું હોતું નથી.' અર્જુને આગળ કહ્યું, 'હું એક એવા પડાવ પર પહોંચી ગયો હતો, જ્યારે મને અસ્થમા થઈ ગયો હતો. મારા શરીરમાં ઇજા થઈ ગઈ હતી અને 16 વર્ષની ઉંમરે મારું વજન 150 કિલો

સુધી પહોંચી ગયું હતું. વધારે વજન અને અસ્થમા હોવાને કારણે હું 10 સેકન્ડ પણ દોડી શકતો નહોતો.' શ્રીદેવી ફક્ત મારા પિતાની પત્ની છે, મારી માતા નહીં' જ્યારે બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે મોના શૌરી કપૂરને છૂટાછેડા આપ્યા, ત્યારે અર્જુન કપૂર ખૂબ ભડકી ગયો હતો. આ જ કારણ હતું કે, અર્જુને શ્રીદેવીને ક્યારેય પોતાની માતા તરીકે સ્વીકારી નહતી, પણ તે તેને માત્ર પોતાના પિતાની બીજી પત્ની માનતો હતો. અર્જુન કપૂરનો પોતાની સાવકી બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે પણ કોઈ સંબંધ રહ્યો નહોતો. વર્ષ 2014માં કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં અર્જુને આ વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે, બોની કપૂર સાથે તેમનો સંપર્ક રહ્યો છે પરંતુ શ્રીદેવી અને તેમની દીકરીઓ સાથે કોઈ સંબંધ નથી. શ્રીદેવીના નિધન બાદ મોટા ભાઈની ફરજ નિભાવી ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીના નિધન દરમિયાન અર્જુન કપૂરે બધા મનદુઃખ ભૂલીને એક મોટા ભાઈ હોવાની ફરજ નિભાવી. તેમણે ન માત્ર પોતાની સાવકી બહેનો જાહ્નવી અને ખુશી કપૂરને આ દુઃખની ઘડીમાં ટેકો આપ્યો, પરંતુ તેમને અપનાવી પણ લીધી. હવે તે પોતાની બહેન અંશુલાની જેમ જ જાહ્નવી

અને ખુશીનું ધ્યાન પણ રાખે છે. એક ઇન્ટરવ્યૂમાં અર્જુને જાહ્નવી અને ખુશી સાથેના સંબંધો પર કહ્યું, 'જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા, ત્યારે હું પંજાબમાં હતો. મારી માતા પણ એમ જ ઇચ્છતી કે, હું મારા પપ્પા અને પરિવારનો સાથ આપું. હું એક સારો દીકરો અને ભાઈ બની શકું છું, તો કેમ ન બનવું. મારા માટે તો સારું જ છે કે મને વધુ બે બહેનો મળી ગઈ. વળી, મારા પિતાની મદદ કરીને મને ખૂબ રાહત પણ મળી. અમારા સંબંધની શરૂઆત સારી રીતે થઈ.' 18 વર્ષની ઉંમરે સલમાન ખાનની બહેન સાથે પ્રેમ થયો અર્જુન કપૂરની લવ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. વર્ષ 2012માં તેણે સલમાન ખાનની નાની બહેન અર્પિતાને ડેટ કરવાનું શરું કર્યું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુને કહ્યું હતું કે, 'મારું પહેલું સિરિયસ રિલેશન અર્પિતા સાથે હતું. એમે એકબીજાને જોઈને જ દિલ દઈ બેઠા હતા. 'મૈંને પ્યાર ક્યોં કિયા' ફિલ્મની શૂટિંગ દરમિયાન અમારા સંબંધની શરૂઆત થઈ હતી. ડેટિંગ દરમિયાન હું અર્પિતાના ભાઈ સલમાન ખાનથી ખૂબ ડરેલો હતો. પરંતુ હું તેમની પાસે ગયો અને બધું જ કહી દીધું. મેં જાતે જ અર્પિતાના પરિવારને અમારા

સંબંધ વિશે જાણ કરી દીધી પણ તે બધા ખૂબ દયાળું નીકળ્યાં. બધાને થોડું આશ્ચર્ય જરૂર થયું પણ પછી તેમણે અમારા સંબંધને સ્વિકાર કરી લીધો. તે સમયે મને લાગ્યું હતું કે, જીવનની ગાડી પાટે ચઢી ગઈ છે પણ તે દરમિયાન અર્પિતાએ અચાનક મારી સાથે બ્રેકઅપ કરી લીધું. જોકે, ત્યારબાદ પણ સલમાન સરે મને ખૂબ સપોર્ટ કર્યો.' સોનાક્ષી સિંહા સાથે પણ નામ જોડાયું ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાના થોડા મહિનાઓ બાદ જ અર્જુન કપૂરનું નામ સોનાક્ષી સિંહા સાથે જોડાવા લાગ્યું. જોકે, બંનેનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને બંનેના રસ્તા હંમેશા માટે અલગ થઈ ગયા. 8 વર્ષ સુધી સલમાન ખાનની ભાભીને ડેટ કરી, પછી બ્રેકઅપ થઈ ગયું સલમાન ખાનની બહેન અર્પિતા પછી અર્જુન કપૂરનું નામ તેની પૂર્વ ભાભી મલાઈકા અરોરા (અરબાસ ખાનની પહેલી પત્ની) સાથે જોડાવા લાગ્યું હતું. બંને અવારનવાર સાથે જોવા મળતા, જેથી તેમનો સંબંધ ઝડપથી મીડિયા સામે આવી ગયો. વર્ષ 2019માં મલાઈકાએ અર્જુનના 34મા જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરીને પોતાના સંબંધની ઓફિશિયલી જાહેરાત કરી હતી. જોત જોતામાં બંને ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યુટ કપલમાંથી એક બની ગયા. બંનેએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ

કર્યા અને પછી વર્ષ 2024માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. એક નજર અર્જુન કપૂરના ફિલ્મી કરિયર પર... સલમાન ખાનની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો અર્જુન કપૂરે વર્ષ 2003માં નિખિલ અડવાણીની ફિલ્મ 'કલ હો ના હો'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી, તેણે નિખિલ અડવાણીની જ આગામી ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક: અ ટ્રિબ્યુટ ટુ લવ' (2007) માં પણ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. સલમાન ખાન અભિનીત 'નો એન્ટ્રી' અને 'વોન્ટેડ'માં અર્જુન આસિસ્ટન્ટ પ્રોડ્યુસર હતો. આ બંને ફિલ્મોનું નિર્માણ તેના પિતા બોની કપૂરે કર્યું હતું. 'ભાઈજાન'ની સલાહ માની 50 કિલો વજન ઘટાડ્યું, બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું સલમાન ખાને અર્જુન કપૂરને વજન ઓછું કરવાની સલાહ આપી હતી. એક ઇન્ટરવ્યૂમાં અર્જુને જણાવ્યું હતું કે, 'સ્થૂળતા (obesity) તેમની લાઇફનો એક ભાગ હતી. તે ક્યારેય પોતાનું વજન ઓછું કરવા માંગતો નહોતો. પરંતુ સલમાને તેને કહ્યું હતું કે, જો તે વજન ઓછું કરી લે, તો હીરો બની શકે છે. આ જ એ ક્ષણ હતી, જ્યારે અર્જુને એક્ટર બનવા માટે પોતાનું વજન ઓછું કરવાનું વિચાર્યું અને 50 કિલો વજન ઘટાડ્યું. 'ઇશકઝાદે'માં પરિણીતિની કાસ્ટિંગનો અર્જુન નાખુશ હતો વર્ષ 2012માં અર્જુને ફિલ્મ 'ઇશકઝાદે'થી બોલિવૂડમાં

ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે પરિણીતિ ચોપરા લીડ રોલમાં હતી. જોકે, અર્જુન ફિલ્મમાં પરિણીતિને કાસ્ટ કરવાના વિરોધમાં હતો. મેશેબલ ઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, 'જ્યારે ફિલ્મ માટે પરિણીતિની કાસ્ટિંગ થઈ, ત્યારે હું બિલકુલ ખુશ નહોતો. કારણ કે તે ખૂબ વધારે વાત કરતી હતી અને તેની રીડિંગ પણ ખરાબ હતી. જેવી પરિણીતિ આવી, તો મેં એક જોક સંભળાવ્યો. પરંતુ તેના પર હસવાને બદલે પરિણીતિએ Gen-Z લોકોની જેમ કહ્યું - LOL. ત્યારથી તે મને ઇરિટેટિંગ લાગવા માંડી હતી.' અર્જુન કપૂરની સતત 10 ફ્લોપ ફિલ્મો ફ્લોપ રહી સફળ ડેબ્યૂ પછી અર્જુન કપૂરની કરિયર જર્ની કોઈ ખાસ રહી નથી. 'ઓરંગઝેબ', 'ગુંડે', '2 સ્ટેટ્સ', 'કી એન્ડ કા' જેવી ફિલ્મોમાં તે જોવા મળ્યો, જે હિટ રહી. પરંતુ આ પછી અર્જુનની એક પણ ફિલ્મ હિટ થઈ નથી. 2017માં આવેલી 'હાફ ગર્લફ્રેન્ડ' અને 'મુબારકાં' બંને એવરેજ રહી. 2019માં 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' અને 'પાનીપત' ફ્લોપ થઈ ગઈ. 2021ની 'સંદીપ ઔર પિંકી ફરાર', 2022ની 'એક વિલન રિટર્ન્સ' અને 2023ની 'કુત્તે' અને 'ધ લેડી કિલર' પણ ચાલી નહીં. 2025માં રિલીઝ થયેલી 'મેરે હસબન્ડ કી બીવી' પણ ફ્લોપ રહી. સિંઘમ અગેન'માં વિલન

તરીકે કમબેક કર્યું અજય દેવગણ અભિનીત ફિલ્મ 'સિંઘમ અગેન'માં અર્જુને વિલનની ભૂમિકા ભજવી. આ ફિલ્મમાં તેના પાત્રની ખૂબ પ્રશંસા થઈ હતી. અનુપમ ચોપરાને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટરે ફ્લોપ ફિલ્મો પછીની માનસિક સ્થિતિ વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, 'ગયા વર્ષથી તે ડિપ્રેશન અને થેરપીનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં તેને ન સમજાયું કે શું થઈ રહ્યું છે, બસ એટલું અનુભવ્યું કે કંઈક સારું નથી થઈ રહ્યું. જીવન ફિલ્મોની આસપાસ ફરવા લાગ્યું હતું અને મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે, શું મને બીજી તક મળશે? આ દરમિયાન એક એવી વ્યક્તિ મળી, જેણે મને ખૂલીને બોલવા દીધું. ત્યારે ખબર પડી કે માઇલ્ડ ડિપ્રેશન છે.' હાશિમોટો થાઇરોઇડાઇટિસ નામની બીમારીથી પીડિત અર્જુન કપૂરે જણાવ્યું કે, તે હાશિમોટો થાઇરોઇડાઇટિસ (Hashimoto's Thyroiditis) નામની બીમારીથી પણ ઝઝૂમી રહ્યો છે, જે થાઇરોઇડ બીમારી જેવી જ છે. આમાં વજન પણ વધી જાય છે. તેનાથી તેની બોડી ઘણી પરેશાની પણ સહન કરે છે. આ બીમારી તેને ત્યારે થઈ, જ્યારે તે 30 વર્ષનો હતો. તેણે જણાવ્યું કે, આ બીમારી તેની માતા મોના શૌરીને પણ હતી અને તેમની બહેન અંશુલા કપૂરને પણ છે.

Leave a Reply

Related Post