કુબેરેશ્વર ધામમાં ગુજરાતી મહિલા શ્રદ્ધાળુનું મોત: રુદ્રાક્ષ મહોત્સવમાં 3 દિવસમાં 3 લોકોના મોત થયા, આજે સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રી પણ પહોંચ્યા

કુબેરેશ્વર ધામમાં ગુજરાતી મહિલા શ્રદ્ધાળુનું મોત:રુદ્રાક્ષ મહોત્સવમાં 3 દિવસમાં 3 લોકોના મોત થયા, આજે સમારોહમાં હાજરી આપવા મુખ્યમંત્રી પણ પહોંચ્યા
Email :

મધ્યપ્રદેશના સિહોરના કુબેરેશ્વર ધામમાં ત્રણ દિવસમાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે બેભાન સ્થિતિમાં મળેલી એક મહિલાને જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે. કોટવાલી થાના પોલીસ સ્ટેશનને જાણકારી મોકલવામાં આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, મહિલાનું નામ મંજૂ (55) છે. તે કુબેરેશ્વર ધામમાં ચાલી રહેલાં રુદ્રાક્ષ મહોત્સવમાં કથા સાંભળવા માટે ગુજરાતથી આવી હતી. તેની સાથે કોણ હતું અને તે ગુજરાતમાં ક્યાંની રહેવાસી છે, તેની હાલ

કોઈ જાણકારી મળી નથી. આ પહેલાં કુબેરેશ્વર ધામમાં રવિવારે ગોલુ કોષ્ટા (25)નું મોત થયું હતું. તે જબલપૂરનો રહેવાસી હતો. ગોલુના સંબંધી રાહુલ કોષ્ટાએ જણાવ્યું કે તે પોતાના ચાર સાથીઓ સાથે કથા સાંભળવા પહોંચ્યો હતો. ભારે ગરમીના કારણે તેને ચક્કર આવ્યાં અને તે નીચે પડી ગયો. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. શનિવારે ધામમાં કાનપુરથી આવેલાં વિજેન્દ્રએ અંતિમ શ્વાસ લીધો હતો. CMએ કહ્યું- દારૂની જગ્યાએ દૂધની દુકાનો ખોલવામાં આવે કુબેરેશ્વર ધામમાં સાત દિવસના

રુદ્રાક્ષ મહોત્સવની શરૂઆત 25 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. આજે તેનું સમાપન થવાનું છે. જેમાં સામેલ થવા માટે સીએમ ડો. મોહન યાદવ પણ પહોંચ્યા છે. તેમણે મંચ પર પહોંચીને પંડિત પ્રદીપ મિશ્રા પાસેથી આશીર્વાદ લીધા. પછી શ્રદ્ધાળુઓને સંબોધિત કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું- હું કહેવા ઇચ્છું છું કે કુપોષણ મહિલા બાળવિકાસ વિભાગની યોજનાઓથી નહીં પરંતુ ગાય પાલનથી દૂર થશે. મારું માનવું છે કે દારૂની દુકાનોની જગ્યાએ દૂધની દુકાનો ખોલવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું, 'દુર્ભાગ્યપૂર્ણ છે કે શિપ્રા

નદી એક મોસમી નદી છે અને માર્ચ મહિનામાં જ સુકાઈ જાય છે.' પણ હું ખાતરી આપવા માગું છું કે જ્યારે આગામી સિંહસ્થ થશે, ત્યારે અમે એવી વ્યવસ્થા કરીશું કે લોકો ફક્ત શિપ્રાના પાણીમાં જ સ્નાન કરે. કુબેરેશ્વર ધામમાં રોજ એક કન્યાના મફતમાં લગ્ન રુદ્રાક્ષ મહોત્સવ દરમિયાન છેલ્લા 6 દિવસમાં લગભગ 30 લાખ લોકો કુબેરેશ્વર ધામ આવી ગયા છે. અહીં શિવપુરાણ કથા સાથે એક કરોડ રુદ્રાક્ષ અભિમંત્રિત કરવામાં આવ્યા છે. ધામની વિઠ્ઠલેશ સેવા સમિતિના જણાવ્યા પ્રમાણે,

ધામમાં રોજ લગભગ 10 લાખ લોકો કથા સાંભળવા આવી રહ્યા છે. સમિતિએ શનિવારે ઘોષણા કરી છે કે અહીં દરરોજ એક કન્યાના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવશે. પં. પ્રદીપ મિશ્રાએ કહ્યું- વિઠ્ઠલેશ સેવા સમિતિ તરફથી ધામ પર દરરોજ એક કન્યાના લગ્ન કરાવવામાં આવશે. આ પ્રકારે સમિતિ વર્ષભરમાં 365 યુવતીઓનાં લગ્ન કરાવશે. પંડિત મિશ્રાની કથા સાંભળવા માટે પરિવાર અમેરિકાથી આવ્યો શિવપુરાણ કથા સાંભળવા માટે અમેરિકાથી પણ એક પરિવાર કુબેરેશ્વર ધામ પહોંચ્યો છે. તેમણે જણાવ્યું કે પંડિત પ્રદીપ મિશ્રા

જ્યાં જાય છે, તે પણ કથા સાંભળવા ત્યાં પહોંચે છે. અહીં કથા સમાપ્ત થાય ત્યાં સુધી તેઓ ધામની પાસે આવેલી એક હોટલમાં રોકાયા છે. રોજ 50 ક્વિન્ટલ રોટલી, 40 ક્વિંટલ ખીચડી બની રહી છે રુદ્રાક્ષ મહોત્સવ દરમિયાન કુબેરેશ્વર ધામમાં કથા સ્થળ પર રોજ 50 ક્વિન્ટલથી વધારે રોટલી, 20 ક્વિન્ટલ ફરસાણ અને 40 ક્વિન્ટલથી વધારે ખીચડી બની રહી છે. 20 ક્વિન્ટલ ચોખા, 10 ક્વિન્ટલ મીઠી બુંદી, દહીની ઠંડાઈ અને લીંબુ પાણી પણ આપવામાં આવી રહ્યું છે.

Related Post