બ્રિજના છેડે રહેણાક વિસ્તાર અંગે નિર્ણય પેન્ડિંગ: શીલજ રેલવે ઓવરબ્રિજ 6 માસમાં બની જશે પણ શરૂ થવામાં 2 વર્ષ નીકળી જશે

બ્રિજના છેડે રહેણાક વિસ્તાર અંગે નિર્ણય પેન્ડિંગ:શીલજ રેલવે ઓવરબ્રિજ 6 માસમાં બની જશે પણ શરૂ થવામાં 2 વર્ષ નીકળી જશે
Email :

શીલજ રેલવે ઓવરબ્રિજનું કામ 6 મહિનામાં પૂરું થઈ જશે. પરંતુ શીલજ તરફ જોડતાં છેડે હાલ રોડ બંધ છે. બ્રિજનો છેડો ઉતરે છે તે વિસ્તારમાં મોટા બંગલા અને રેસિડેન્શિયલ યુનિટ છે. વધારામાં આ વિસ્તારમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે. ઔડા સૌથી પહેલાં ડેવલપમેન્ટ પ્લાન બનાવશે. પ્લાનિંગ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હજુ ડીપી બનવામાં એકથી બે વર્ષનો સમય લાગશે. એ પછી ઝોનફેર કરાશે. હાલની ગણતરી મુજબ બધું કામ પૂરું થવામાં બે વર્ષ નીકળી જશે. ત્યાં સુધી આ

બ્રિજનો ઉપયોગ કરી શકાશે નહીં. બ્રિજ બનાવવાની કામગીરી રેલવે કરી રહ્યું છે અને રોડ ખોલવાની જવાબદારી મ્યુનિ. અને ઔડાની છે. 2017માં બ્રિજનું પ્લાનિંગ કરાયું ત્યારે ઔડાએ સ્પષ્ટતા કરી હતી કે, શીલજ તરફ ઉતરતા છેડા પછી રસ્તો બંધ છે. એ વખતે પાંચ વર્ષમાં ડીપી બનાવવાની રેલવેએ બાંયધરી આપી હતી. પરંતુ આજની સ્થિતિ જોતાં હજુ બે વર્ષ લાગી શકે છે. ડેવલપમેન્ટ પ્લાનની ફાઈલ રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે. ટીપીમાં સુધારા પછી જ બ્રિજ ખુલ્લો મૂકી શકાશે બ્રિજનું બનાવવાનું

પ્લાનિંગ શરૂ કરાયું ત્યારે જ રેલવેને કહી દેવામાં આવ્યું હતું કે, ડીપી બનાવવામાં સમય લાગશે. સૌથી પહેલાં ડીપી બનશે અને એ પછી ઝોનફેર કરાશે. ત્યારબાદ રોડ ખોલવાની કામગીરી શરૂ કરાશે. આ તમામ કામ પૂરા કરવામાં અંદાજે 2 વર્ષનો સમય લાગી શકે છે. બ્રિજ બનાવવાનું કામ તો 6 મહિનામાં પૂરું થઈ જશે. હાલમાં જે ટીપી છે તેમાં પણ સુધારા કરવા પડશે ત્યાં સુધી બ્રિજ લોકો માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. > ડી.પી. દેસાઈ, સીઈઓ, ઔડા

Related Post