પહેલગામ વેકેશન પર ગયા હતા દીપિકા-શોએબ!: આતંકી હુમલાના દિવસે સવારે કશ્મરી છોડ્યું, ફેન્સને અપડેટ આપવું દંપતીને મોંઘું પડ્યું

પહેલગામ વેકેશન પર ગયા હતા દીપિકા-શોએબ!:આતંકી હુમલાના દિવસે સવારે કશ્મરી છોડ્યું, ફેન્સને અપડેટ આપવું દંપતીને મોંઘું પડ્યું
Email :

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે લગભગ 2.45 વાગ્યે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 27 લોકોનાં મોત થયાં, ઘણા ઘાયલ થયા છે. એવામાં ફેન્સનું ધ્યાન દીપિકા કક્કડ અને શોએબ મલિક તરફ ગયું, જે કાશ્મીર ફરવા ગયા હતા. જોકે, સદનસીબે આ દંપતી હુમલાના થોડા કલાકો પહેલા જ કાશ્મીર છોડીને દિલ્હી પહોંચી ગયું હતું. આતંકવાદી હુમલાના બે દિવસ પહેલા દીપિકાએ પહેલગામમાં ફરતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. ફેન્સની સતત કોમેન્ટ જોઈને શોએબ ઇબ્રાહિમે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે- હુમલાના દિવસની સવારે જ તેમણે કાશ્મીર

છોડી દીધું હતું અને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા હતા. વ્લોગનો ઉલ્લેખ કરતાં લોકો ગુસ્સે થયા શોએબ ઇબ્રાહિમે પોતાની પોસ્ટના અંતે લખ્યું છે કે- નવો વ્લોગ ટૂંક સમયમાં આવશે. જ્યાં એક તરફ આખો દેશ આતંકવાદી હુમલાથી શોકમાં ડૂબેલો છે, એવામાં શોએબ દ્વારા નવા વ્લોગ અંગે ઉલ્લેખ કરતા લોકો ગુસ્સે થયા. એક યુઝરે ટીકા કરતા લખ્યું, 'નવો વ્લોગ ટૂંક સમયમાં આવી રહ્યો છે' ગંભીરતાથી કહું તો, તમે આતંકવાદી હુમલાના પીડિતો માટે કંઈ નહીં કહો. તમને ફક્ત તમારા વ્લોગની જ પડી છે. જે લોકો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે અને તમને જુએ છે તેમને

શરમ આવવી જોઈએ. જ્યારે બીજા યુઝરે લખ્યું, શું તમને શરમ નથી આવતી? 25થી વધુ હિન્દુઓને પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં મારી નાખવામાં આવ્યા હતા અને તમારો મેસેજ અને લોકો પ્રત્યેની ચિંતા ફક્ત તમારા વ્લોગ વિશે છે. દીપિકા-શોએબ એક અઠવાડિયાં માટે કાશ્મીર ગયા હતા આ દંપતી છેલ્લા એક અઠવાડિયાંથી તેમના પુત્ર સાથે કાશ્મીર ફરવા ગયું હતું. દીપિકાએ તેના ઑફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાશ્મીરના વિવિધ સ્થળોના ફોટા અને વીડિયો શેર કર્યા હતા. તેણે સોનમર્ગનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લેક પાસે બેઠી હતી. આ દંપતી ઘણી તસવીરો પણ શેર કરી હતી. વેકેશનની તસવીરો જુઓ-

Leave a Reply

Related Post