દિલ્હીએ બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને સાઇન કર્યો: ઓસ્ટ્રેલિયાના મેગર્કનું સ્થાન લેશે; BCBએ કહ્યું- અમારી પાસેથી NOC નથી લીધું

દિલ્હીએ બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને સાઇન કર્યો:ઓસ્ટ્રેલિયાના મેગર્કનું સ્થાન લેશે; BCBએ કહ્યું- અમારી પાસેથી NOC નથી લીધું
Email :

દિલ્હી કેપિટલ્સ (DC)એ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. તે ઓપનર જેક ફ્રેઝર મેગર્કનું સ્થાન લેશે. મેગર્ક વર્તમાન સિઝનની બાકીની મેચ માટે ભારત આવશે નહીં. ફ્રેન્ચાઇઝીએ રહેમાન સાથે 6 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે, પરંતુ આ કરાર મુશ્કેલીમાં મુકાયેલો જણાય છે. કરાર પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના CEO નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું, 'અત્યાર સુધી ખેલાડીઓ અને BCCIએ આ કરાર માટે BCB પાસેથી NOC માંગ્યું નથી.'

તેમણે ક્રિકઇન્ફોને વધુમાં કહ્યું, 'મુસ્તફિઝુરને ટીમ સાથે UAE જવું પડશે. અમને IPL અધિકારીઓ તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. મને પણ મુસ્તફિઝુર તરફથી આવો કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી. સામાન્ય રીતે, IPL કોઈપણ ખેલાડી સાથે કરારની જાહેરાત ત્યારે જ કરે છે જ્યારે ખેલાડીને તેના સ્થાનિક બોર્ડ તરફથી NOC મળે છે.' IPLની બાકીની મેચનું શેડ્યૂલ અને બાંગ્લાદેશના UAE પ્રવાસનું શેડ્યૂલ ટકરાઈ રહ્યું છે. IPLની બાકીની મેચ 17 મેથી શરૂ થઈ

રહી છે, જ્યારે બાંગ્લાદેશને 17 અને 19 મેના રોજ UAEમાં બે T20 મેચ રમવાની છે. ત્યારબાદ ટીમે પાકિસ્તાન સામે 25, 27 અને 30 મે, 1 અને 3 જૂનના રોજ 5 મેચ રમવાની છે. મુસ્તફિઝુર પણ ટીમ સાથે UAE જવા રવાના થઈ ગયો છે. મુસ્તફિઝુર અગાઉ 2022 અને 2023 સીઝનમાં DC સાથે હતો. તેણે 2016માં તેની શરૂઆતની સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટાઇટલ જીત્યું હતું, આ સમયગાળા દરમિયાન 16 વિકેટ લીધી

હતી. મુસ્તફિઝુર તે જ વર્ષે ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યરનો ખિતાબ જીતનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો. IPLમાં 61 વિકેટ લીધી મુસ્તફિઝુર 4 IPL ટીમ માટે રમી ચૂક્યો છે. 2024માં, તે ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. આ ઉપરાંત, મુસ્તફિઝુર મુંબઈ, દિલ્હી અને રાજસ્થાન માટે રમી ચૂક્યો છે. તેણે 57 IPL મેચમાં કુલ 61 વિકેટ લીધી છે. DCએ આ સિઝનમાં તેને 6 કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે. DC માટે ત્રીજો લેફ્ટ આર્મ

ફાસ્ટ બોલર મુસ્તફિઝુર દિલ્હી કેપિટલ્સ માટે ત્રીજો ડાબોડી ઝડપી બોલર હશે. ટીમમાં પહેલાથી જ મિચેલ સ્ટાર્ક અને ટી નટરાજન છે. સ્ટાર્ક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અત્યાર સુધીમાં, તેણે 11 મેચમાં 14 વિકેટ લીધી છે જેમાં એક મેચમાં 5 વિકેટ લીધી છે. પ્લેઑફમાં પહોંચવા માટે ત્રણેય મેચ જીતવી જરૂરી ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ 17 મેથી IPL ફરી શરૂ થવા જઈ રહી છે. દિલ્હી હાલમાં 11 મેચમાં 13 પોઈન્ટ સાથે

પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જો ટીમે પ્લેઑફમાં પહોંચવું હોય તો તેણે બાકીની ત્રણ મેચ જીતવી પડશે. દિલ્હીની બાકીની ત્રણ મેચ ગુજરાત, મુંબઈ અને પંજાબ સામે છે. જોકે, છેલ્લા 5 મેચમાં દિલ્હી ફક્ત એક જ જીતી શક્યું છે. મેગર્કની સીઝન ખરાબ રહી 2025ની IPL સીઝન જેક ફ્રેઝર મેગર્ક માટે કંઈ ખાસ નહોતી. શરૂઆતના 6 મેચ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. મેગર્ક સિઝનમાં ફક્ત 55 રન જ બનાવી શક્યો.

Leave a Reply

Related Post