989 કરોડના દાન સાથે દિલ્હી પ્રથમ: 1 વર્ષમાં રાજકીય પક્ષોને 405 કરોડના દાન સાથે ગુજરાત બીજા ક્રમે, 402 કરોડ ભાજપને મળ્યા!

989 કરોડના દાન સાથે દિલ્હી પ્રથમ:1 વર્ષમાં રાજકીય પક્ષોને 405 કરોડના દાન સાથે ગુજરાત બીજા ક્રમે, 402 કરોડ ભાજપને મળ્યા!
Email :

એક વર્ષમાં ચાર રાષ્ટ્રીય પક્ષને મળેલા કુલ 300.33 કરોડના દાનથી 7.5 ગણુ એટલે કે 2244 કરોડનું દાન માત્ર ભાજપને મળ્યું છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)ના રિપોર્ટ મુજબ, 2023-24માં પાંચ રાષ્ટ્રીય પક્ષોને કુલ 2544.27 કરોડનું દાન મળ્યું હતું. ગુજરાતમાંથી રાજકીય પક્ષોને 404.51 કરોડનું દાન મળ્યું હતું. તે દેશમાં 16% સાથે બીજા ક્રમનું સૌથી વધુ દાન છે. દિલ્હીમાંથી 989 કરોડ રાજકીય પક્ષોને મળ્યા હતા. ગુજરાતમાંથી ભાજપને 401.98 કરોડ, કોંગ્રેસને 2.45 કરોડ અને આપને 7.5 લાખનું દાન

મળ્યું હતું. રાજ્યમાંથી 367.21 કરોડ કોર્પોરેટ અને 37.23 કરોડ વ્યક્તિગત રીતે દાન કરવામાં આવ્યા હતા. દેશમાંથી કોંગ્રેસને કુલ 281.48 કરોડ, આપને 11.06 કરોડ, સીપીઆઇ(એમ)ને 7.64 કરોડ, મેઘાલયની નેશનલ પીપલ પાર્ટીને 14 લાખનું દાન મળ્યું હતું. અહીં રાષ્ટ્રીય પક્ષોને 2023-24માં 20 હજારથી વધુના મળેલા દાન સામેલ છે. ભાજપનું 92% દાન કોર્પોરેટમાંથી | ભાજપને મળેલા 2244 કરોડના દાનમાંથી 92% એટલે કે 2064 કરોડથી વધુ કોર્પોરેટ કે બિઝનેસ હાઉસ તરફથી મળ્યા છે. કોંગ્રેસને મળેલા 281 કરોડમાંથી 190 કરોડથી

વધુ રૂપિયા કોર્પોરેટમાંથી મળ્યા છે. આમ આદમી પાર્ટીને 11 કરોડ, સીપીઆઇને 7.64 કરોડ અને એનપીઇપીને 0.14 કરોડનું દાન મળ્યું છે. 5 પક્ષોને મળેલા કુલ દાનમાંથી 89% એટલે કે 2262 કરોડ રૂપિયા કોર્પોરેટ કે બિઝનેસ હાઉસમાંથી મળ્યા છે. ગુજરાતના ટોપ-10 દાતા,તમામનું ભાજપને દાન ગુજરાતમાંથી 16% દાન મળ્યું { કોંગ્રેસનું દાન 80 કરોડથી વધી 281 કરોડ થયું { રાષ્ટ્રીય પક્ષોનું દાન એક વર્ષમાં 200% વધ્યું { ભાજપને મળતું દાન એક વર્ષમાં 212% વધ્યું { રાજકીય પક્ષોને 89% દાન કોર્પોરેર્ટમાંથી મળ્યું

Leave a Reply

Related Post