WPLમાં દિલ્હીએ મુંબઈને 2 વિકેટે હરાવ્યું: DC છેલ્લા બોલે જીત્યું; શેફાલ વર્માએ 18 બોલમાં 43 રનની તાબડતોડ ઇનિંગ રમી

WPLમાં દિલ્હીએ મુંબઈને 2 વિકેટે હરાવ્યું:DC છેલ્લા બોલે જીત્યું; શેફાલ વર્માએ 18 બોલમાં 43 રનની તાબડતોડ ઇનિંગ રમી
Email :

વુમન્સ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીએ શનિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મુંબઈની ટીમ 19.1 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. જવાબમાં દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. મુંબઈ તરફથી નતાલી સિવર બ્રન્ટે 80 અને

કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રન બનાવ્યા. હેલી મેથ્યુઝ અને એમેલિયા કેરે 2-2 વિકેટ લીધી. દિલ્હી તરફથી શેફાલી વર્માએ 43 અને નિક્કી પ્રસાદે 35 રન બનાવ્યા. એનાબેલ સધરલેન્ડે 3 અને શિખા પાંડેએ 2 વિકેટ લીધી. મુંબઈની ઇનિંગ્સ... ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા મુંબઈએ 20મી ઓવરમાં પોતાની છેલ્લી વિકેટ ગુમાવી દીધી. ટીમ 164 રન બનાવીને

ઓલઆઉટ થઈ ગઈ. નતાલી સાયવર બ્રન્ટ 80 રન બનાવી અણનમ રહી, તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા. છેલ્લી ઓવરમાં, સાઇકા ઇશાક ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગઈ મુંબઈ તરફથી, યાસ્તિકા ભાટિયા 11 રન, અમેલિયા કેર 9 રન, અમનજોત કૌર 7 રન, સંસ્કૃતિ ગુપ્તા 2 રન અને સજીવન સજના 1 રન બનાવીને આઉટ

થઈ ગઈ હતી. હેલી મેથ્યુઝ ખાતું પણ ખોલાવી શકી નહીં. દિલ્હી તરફથી એનાબેલ સધરલેન્ડે 3 અને શિખા પાંડેએ 2 વિકેટ લીધી. એલિસ કેપ્સી અને મિન્નુ મણિએ 1-1 વિકેટ લીધી.જ્યારે 3 બેટર્સ રન આઉટ થયા હતા. દિલ્હીની ઇનિંગ્સ... દિલ્હીએ 5 ઓવર સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી 165 રનના ટાર્ગેટ ચેઝ કરતી

દિલ્હી કેપિટલ્સે પ્રથમ 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવી ન હતી. ટીમે 45 રન બનાવ્યા. કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્મા નોટઆઉટ રહી. જોકે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં દિલ્હીએ વિકેટ ગુમાવી હતી.ટીમે શેફાલી વર્માની વિકેટ ગુમાવી દીધી. શેફાલીએ 18 બોલમાં 43 રન બનાવ્યા. પાવરપ્લેના અંત પછી ટીમે 60 રન બનાવ્યા. દિલ્હીએ છેલ્લી ઓવરમાં 10

રન બનાવ્યા દિલ્હીને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. મુંબઈ તરફથી જિન્તીમણિ કલિતા ઓવર નાખવા આવી. નિક્કી પ્રસાદે પહેલા 2 બોલમાં 6 રન બનાવ્યા. છેલ્લા 2 બોલમાં 2 રનની જરૂર હતી અને અહીં નિક્કી પ્રસાદ આઉટ થઈ ગઈ. અરુંધતી રેડ્ડીએ છેલ્લા બોલ પર 2 રન લઈને ટીમને વિજય અપાવ્યો હતો.

Related Post