પોલીસે ડિલિવરી કરતા યુવાનો સાથે બેઠક કરી: ડિલિવરી બોય હવે પોલીસના રડારમાં, આડેધડ વાહન ચલાવશે તો ગુનો નોંધાશે

પોલીસે ડિલિવરી કરતા યુવાનો સાથે બેઠક કરી:ડિલિવરી બોય હવે પોલીસના રડારમાં, આડેધડ વાહન ચલાવશે તો ગુનો નોંધાશે
Email :

શહેરમાં પાર્સલ ઝડપથી પહોંચાડવાની સમય મર્યાદાને કારણે ડિલિવરી બોય કેટલાક કિસ્સામાં આડેધડ વાહન ચલાવતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આવ્યું હતું. જેને પગલે પોલીસે ડિલિવરી કરતા યુવાનો સાથે બેઠક કરીને જરૂરી સૂચના આપી હતી. જ્યારે નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. શહેરના તમામ ડિલિવરી બોય પોલીસના રડારમાં હશે. તેઓ

કોઈ પણ શંકાસ્પદ કામગીરી કરશે, નિયમ ભંગ કરશે તો પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. વારસિયા પોલીસ સ્ટેશનમાં સોમવારે પોલીસના ઝોન-4 વિસ્તારના 70થી વધુ ડિલિવરી બોય સાથે બેઠક કરવામાં આવી હતી. આ મામલે ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ જણાવ્યું કે, ડિલિવરી બોયે ટાઇમ લિમિટમાં ડિલિવરી પહોંચાડવાની હોય છે, જેને કારણે તેઓ ઓવરસ્પીડિંગ સાથે ટ્રાફિક

નિયમોનો ભંગ કરે છે. તેનાથી અકસ્માત થવાની શક્યતા રહે છે. કોઈનો જીવ ન જાય તે ખૂબ જરૂરી છે, ત્યારે ડિલિવરી બોય ટ્રાફિક નિયમનું પાલન કરે તે જરૂરી છે. તેઓ ચાલુ વાહને ફોનનો ઉપયોગ ન કરે, હેલ્મેટ ફરજિયાત પહેરે સહિતનાં સૂચનો આપ્યાં હતાં. કેટલાક કિસ્સામાં ડિલિવરી બોય તેમના નિયત સમયમાં ડિલિવરી ન કરે, તે

તેમના કમિશન અથવા પગારમાં કપાત થઈ જાય છે. ડિલિવરી બોય નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે. 300 ડિલિવરી બોયને ભયજનક ડ્રાઇવિંગ સહિતના નિયમભંગ બદલ ચલણ અપાયાં કેટલાક ડિલિવરી બોય હેલ્મેટ પહેર્યા વગર નીકળે છે. ઓવરસ્પીડિંગ કરતા, રોંગ સાઇડ વાહન ચલાવવા સહિતના નિયમોનો ભંગ થતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી ડિલિવરી

બોય સામે કાર્યવાહી કરવા પોલીસે ખાસ ડ્રાઈવ યોજી હતી. પોલીસે 5 લોકો સામે ભયજનક ડ્રાઇવિંગ કરવાના ગુના નોંધ્યા હતા. સાથે 294 ડિલિવરી બોય સામે વિવિધ નિયમ ભંગ બદલ સમાધાન શૂલ્ક વસૂલી હતી. પોલીસે આ સૂચનો કર્યાં ડિલિવરી બોય પર પોલીસ ખાસ નજર રાખશે તમામ ડિલિવરી બોય હવે પોલીસના રડારમાં હશે. વારસિયા પોલીસ સ્ટેશનમાં 70

જેટલા ડિલિવરી બોયને બોલાવી તેમને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. આ સાથે જ પોલીસના ઝોન-4 વિસ્તારમાં આવતા મોટાભાગના ડિલિવરી બોયના ફોન નંબર પણ મેળવવામાં આવ્યા છે. પોલીસ તે ફોન નંબરના આધારે તેમજ તેઓ જે વિસ્તારમાં ઓપરેટ કરે છે તેને ધ્યાને લઈ તમામ ડિલિવરી બોય પર નજર રાખશે. > પન્ના મોમાયા, ડીસીપી ઝોન-4

Related Post