સાવરકુંડલાના ધારાસભ્યનો CMને પત્ર: ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં બજેટ વધારવાની માગ કરી

સાવરકુંડલાના ધારાસભ્યનો CMને પત્ર:ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં બજેટ વધારવાની માગ કરી
Email :

અમરેલી જિલ્લાના સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખેડૂતોના હિતમાં મહત્વની રજૂઆત કરી છે. તેમણે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં બજેટ વધારવાની માગ કરી છે. વર્તમાનમાં સરકારની આ યોજના હેઠળ ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે,

પરંતુ લક્ષ્યાંકની મર્યાદાને કારણે મોટાભાગના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. ખાસ કરીને સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં રોઝ, નીલગાય અને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓથી ખેતી પાકને વ્યાપક નુકસાન થાય છે. ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું કે જંગલી પશુઓનો ત્રાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ગંભીર સમસ્યા છે. તેમણે 2025-26ના

બજેટમાં આ યોજના માટે નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે. સાથે જ જ્યાં જંગલી પશુઓનો ત્રાસ વધારે છે તેવા વિસ્તારોને ઓળખી તેમાં વધુ બજેટ ફાળવવાની પણ રજૂઆત કરી છે, જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે અને તેમને જંગલી પશુઓના ત્રાસમાંથી મુક્તિ મળે.

Related Post